News of Monday, 20th April 2026
દેશની ૭૦ કરોડ મહિલાઓનું અપમાનઃ રીવાબા જાડેજા
સંસદમાં મહિલા અનામત બીલ મંજુર ન થતા રાજયના મહિલા મંત્રીનું કોંગ્રેસ ઉપર પત્રકાર પરીષદમાં નિશાન : કોંગ્રેસે મહિલા વિરોધી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરીઃ અનિરૂધ્ધ દવે : શુક્રવારે સંસદમાં મહિલા અનામત બીલ મંજુર ન થતા ભાજપે કોંગ્રેસ ગઠબંધન પર તરહ તરહના સવાલો સાથે પ્રહાર કરવામાં આવી રહયા છે ત્યારે આજે રાજકોટમાં મંત્રી રિવાબા જાડેજા, પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધ દવેએ પત્રકાર પરીષદમાં બિલને લઇને વિસ્તૃત માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા તથા પૂર્વ મેયર ભાવનાબેન જોષીપરા, રક્ષાબેન બોળિયા, નયનાબેન પેઢડીયા તથા ભાજપના મહિલા આગેવાનો લીનાબેન રાવલ, પુજા પટેલ સહિતના ભાજપ મહિલા આગેવાનો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ,તા.૨૦: રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો ૧૭ એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે. આ દેશની ૭૦ કરોડ મહિલાઓનું અપમાન છે.
મહિલા અનામત બિલને લઈને કમલમ ખાતે મંત્રી રિવાબાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, આ બિલ દેશની તમા મહિલાઓ અને યુવાઓ માટે હતી. આ બિલના માધ્યમથી સામાન્ય વર્ગની મહિલાઓ સંસદ સુધી પહોંચી શકતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે માત્ર કાગળ પર યોજનાઓ નથી બનાવી. ઉજવવલા યોજના, લખપતિ દીદી યોજના લાવ્યા છે. અનેક રાજ્યો છે જેમાં ૫૦ ટકા મહિલાઓ અનામત છે. કોંગ્રેસે રાજનીતિ કરી છે અને બિલના વિરોધ માટે અલગ અલગ કારણો દર્શાવ્યા હતાં. કોંગ્રેસ મહિલાઓ માટે વિરોધ કરે છે. જેનો હિસાબ દેશની મહિલાઓ કરશે.
મંત્રી રિવાબાએ વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યમાં ૫૦ ટકા મહિલા અનામત છે. વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ પહોચી શકતી હતી. પરંતુ કોંગ્રેસે તેને રોકી દીધી છે જેનો હિસાબ દેશની મહિલાઓ અને યુવાનો કરશે. જે રીતે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે જે ખૂબ જ દુઃખદ બાબત છે. અનેક મહિલાઓ સંસદ સુધી પહોંચવા માગે છે પરંતુ થઈ શકયું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે પ્રયત્ન કરતા રહીશું કે દેશની મહિલાઓ સંસદ સુધી પહોંચી શકે. કોંગ્રેસે રાજનીતિ અને ફાયદો જ જોયો છે. આ બિલ અમે એટલે જલ્દી લાવ્યા હતા કેમ કે ૨૦૨૯ સુધીમાં આ લાગુ થઈ શકે.
રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે ૬૦ વર્ષ સતામાં રહી માતળ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે, નિર્ણયની બાબતમાં કોંગ્રેસ કયારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહિલા અનામત બિલ નામંજૂર થવાને લઈને પ્રદેશ ભાજપ મહામંત્રીઅનિરૂધ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કળતિમાં પૂજનીય સ્થાન ધરાવતી મહિલાનું સન્માનની તક મળી હતી.
કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની મહિલા અનામત નારી શકિત વિરોધી માનસિકતાના કારણે બિલ પસાર થઈ શકયું નથી. આ બિલ નામંજૂર થવાથી કરોડો મહિલાઓનું મનોબળ તૂટયું છે. કોંગ્રેસ વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી છે. જો બિલ પસાર થાય તો મહિલાઓ સંસદમાં જોવા મળે. કોંગ્રેસે ત્રિપલ તલાક સહિત અલગ અલગ બિલનો વિરોધ કર્યો હતો.
તેને વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ બિલ લાગુ કરવાનો નિર્ણય રાજકીય નહી પરંતુ રાષ્ટ્રીય છે. લોકો હવે જાણી ગયા છે. નારી શકિતના વિરોધી કોણ છે. નારી શકિત હવે જડબાતોડ જવાબ આપશે. મહિલાઓને અવગણના કરનારની તાકાત ટકી રહેશે નહીં.
(3:23 PM IST)










