News of Wednesday, 25th November 2026
જાગૃત નાગરિકે કલેકટરનું ધ્યાન દોર્યુ અને ખાણ ખનીજનો દરોડોઃ જામનગર રોડ પર સોફટ મોરમની ખનીજચોરી પકડાઇ
જેસીબી મશીન, ડમ્પર સહિત ૩ાા લાખનો મૂદામાલ કબજેઃ વાહન માલિકને નોટીસ

રાજકોટતા. ૨૫: શહેર અને આસપાસના ગામડાઓમાં સરકારી પડતર જમીનો તથા ગૌચરમાંથી ખનીજ સંપત્તિની ગેરકાયદેસર ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન શહેરના જામનગર રોડ સ્થિત નવી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં આવેલા સરકારી ખરાબામાંથી બિનઅધિકળત રીતે સોફ્ટ મોરમ ખોદકામ કરતા બે વ્યક્તિઓ દરોડામાં ઝપટે ચણી ગઇ હતા.
ખાણ અને ખનિજ વિભાગની ટીમે ઘટનાસ્થળેથી એક જેસીબી મશીન અને એક ડમ્પર સહિત કુલ રૂપિયા ૩.૪૦ લાખની કિંમતનો સામાન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગથી આગળ એફ.સી.આઈ. ગોડાઉન પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાંથી દિવસના અજવાળામાં જેસીબી મશીન દ્વારા સોફ્ટ મોરમનું ખોદકામ કરીને ડમ્પર દ્વારા તેનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. આ મામલે એક નાગરિકે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશને ઓનલાઈન અરજી કરીને ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા કલેક્ટરે આ ફરિયાદને ગંભીરતાથી લઈ તુરંત ત્રીજા માળે કાર્યરત ખાણ ખનિજ વિભાગને મોકલી આપી હતી. ફરિયાદના આધારે ભૂસ્તરશાષાી જે.આર. સાવનેરના સૂચન મુજબ ખાણ ખનિજ વિભાગના સર્વેયર હિતેશ ગઢવી અને જી.વી. ચૌહાણની ટીમે ખોદકામની જગ્યા પર અચાનક છાપો માર્યો હતો. કાર્યવાહી દરમિયાન સરકારી જમીન પરથી સોફ્ટ મોરમ ભરતા જેસીબી ઓપરેટર અને ડમ્પર ડ્રાઈવરને પકડી પાડી તેમની સઘન પૂછપરછ કરાઈ હતી. બંને વાહનોના માલિક રામ ભરવાડને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી છે. સાથોસાથ રૂપિયા ૩.૪૦ લાખના જેસીબી અને ડમ્પરને જપ્ત કરીને નજીકમાં આવેલા આર.એમ.સી. સિમેન્ટ કોંક્રિટ પ્લાન્ટમાં સુરક્ષિત સીઝ કરીને રાખવામાં આવ્યા છે.
(4:22 PM IST)










