<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

૨૦૦ કિલો ગાંજો ઓરિસ્‍સાથી સપ્‍લાય કરનાર હડાળાનો અમિત ઉર્ફે અમિન અને તેનો ભાઇ સિકંદર ઉર્ફે ઉંદેડો ઝડપાઇ ગયા

એસઓજીએ બામણબોર પાસેથી એક મહિના પહેલા ટ્રક સાથે રાજકોટ-ઉપલેટાના શખ્‍સને પક્‍ડયા બાદ નામ ખુલ્‍યું હતું : ડીસીબી પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, સંજયભાઇ, રાહુલભાઇ, વિજયભાઇ, નિકુંજભાઇની બાતમી સહિતની બાતમીથી કાર્યવાહીઃ મંગાવનારા રમીજ ઉર્ફે માયો પણ અગાઉ પકડાયો હતો : અમિન ઓરિસ્‍સામાં મકાન ભાડે રાખી ત્‍યાંથી સોૈરાષ્‍ટ્રભરમાં ગાંજાની સપ્‍લાય કરતો હોવાની પ્રાથમિક વિગતો ખુલીઃ રિમાન્‍ડની તજવીજ

રાજકોટ તા. ૨૨: શહેર એસઓજીએ એક મહિના પહેલા  બામણબોર નજીકથી ૧ કરોડ ૨ લાખની કિંમતનો ૨૦૪ કિલો ગાંજો ઝડપી લઇ રાજકોટ ઉપલેટાના બે શખ્‍સને પકડી લીધા હતાં. પુછતાછમાં મુખ્‍ય સપ્‍લાયર તરીકે રાજકોટના હડાળાના અમિત ઉર્ફે ગોરખો અને તેના મિત્રના નામ ખુલ્‍યા હતાં. આ બંનેને બાતમીને આધારે ડીસીબીની ટીમે હડાળાના પાટીયા પાસેથી ઝડપી લીધા છે. અમિત ઉર્ફે ગોરખો ઓરિસ્‍સામાં મકાન ભાડે રાખી ત્‍યાંથી સોૈરાષ્‍ટ્રભરમાં ગાંજાની સપ્‍લાય કરતો હોવાનું અને અગાઉ પણ તેણે આ રીતે ગાંજાની ખેપ મારી હોવાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ ગત ૧૮મી ઓગષ્‍ટના રોજ એસઓજીના રાજેશભાઇ બાળા અને સિધ્‍ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી બામણબોર ચેકપોસ્‍ટ પાસે જીજે૦૩બીવી-૫૧૧૨ નંબરનો ટ્રક આંતરી લઇ તપાસ કરતાં તેમાં સ્‍ટીલના પાઇપની આડમાં છુપાવાયેલો ૧ કરોડથી વધુનો ગાંજો મળી આવ્‍યો હતો. આ ટ્રકમાં બેઠેલા બે શખ્‍સો  મહમદ ઉર્ફે કાળો હુશેનભાઇ ઉર્ફે કડીબાપુ સરવદી (ઉ.વ.૨૬-રહે. બાપા સિતારામ ચોક, કોળીવાડા આહિરના મકાનમાં ભાડેથી ઉપલેટા) તથા અરબાઝ સલીમભાઇ સંધી (ઉ.વ.૨૭-રહે. ભગવતીપરા સૈફી પાર્ક બ્‍લોક નં. ૨૩)ને ઝડપી લેવાયા હતાં.

તેની પુછતાછ થતાં આ ગાંજાનો જથ્‍થો ઓસ્‍સિાથી મુળ રાજકોટના મોરબી રોડ પર મોમાઇ હોટેલ પાછળ હડાળામાં રહેતાં અમિત ઉર્ફે ગોરખાએ ભરી આપ્‍યો હોવાનું કબુલ્‍યું હતું. આ ગાંજો જંગલેશ્વર વિસ્‍તારના રમિઝ ઉર્ફે માયો રજાકભાઇને પહોંચાડવાનો હતો. સપ્‍લાયર અમિત ઉર્ફે ગોરખાને શોધવા ડીસીબીની ટીમ સક્રિય બની હતી દરમિયાન પીએસઆઇ એસ. એમ. રાણા, હેડકોન્‍સ. સંજયભાઇ, રાહુલભાઇ અને નિકુંજભાઇને બાતમી મળતાં અમિત ઉર્ફે અમિન ઉર્ફે ગોરખો ખમીશભાઇ કાતીયાર (ઉ.વ.૨૮) અને તેની સાથે તેના ભાઇ સિકંદર ઉર્ફે ઇમરાન ઉર્ફે ઉંદેડો ખમીશાભાઇ કાતીયાર (ઉ.વ. ૨૬) (રહે. બંને હડાળા ગામ, શક્‍તિવાડીની સામે પૂજા પાર્ક મોરબી રોડ)ને પકડી લીધા છે. અગાઉ પોલીસે મહમંદ ઉર્ફે કાળો, અરબાઝ અને મંગાવનાર તરીકે નામ ખુલેલુ તે કોઠારીયા રોડ ન્‍યુ સાગર સોસાયટીના રજમીન ઉર્ફે રમીજ ઉર્ફે માયો ઉર્ફે ભાણો રજાકભાઇ પતાણીને પકડી લીધા હતાં. અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગોરખો રાજકોટથી ઓરીસ્‍સા આવ જા કરે છે અને તેણે ઓરીસ્‍સામાં મકાન ભાડે રાખ્‍યું છે. ત્‍યાંથી તે ગાંજો લઇ ભાડાની કારમાં તેમજ ટ્રકમાં રાજકોટમાં સપ્‍લાય કરી ચુક્‍યો છે. તેની વિશેષ પુછતાછ માટે રીમાન્‍ડની તજવીજ થઇ રહી છે. મદદગારીમાં તેનો ભાઇ સામેલ હોઇ તેને  પણ પકડી લેવાયો છે. પોલીસના કહેવા મુજબ તે આંતરરાજ્‍ય ગુનેગાર છે અને બી-ડિવીઝનના માદક પદાર્થના ગુનામાં પણ નાસતો ફરતો હતો.

 પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચનાથી પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. સંજયભાઇ અલગોતર, રાહુલભાઇ ગોહેલ, સુભાષભાઇ ઘોઘારી, મોહિલરાજસિંહ ગોહિલ, કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયાએ આ કામગીરી કરી છે.

(3:49 PM IST)