તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 5th September 2026
રાજકોટના લોકમેળામાં ઉત્સવની રોનક વચ્ચે પરિવારજનો માટે ચિંતાજનક: બે દિવસમાં 38 બાળકો વિખુટા પડ્યા :પોલીસે કરાવ્યો મેળાપ
જન્માષ્ટમીના દિવસે સ્થિતિ વધુ પડકારજનક બની જોકે પોલીસની સતર્ક કામગીરીને કારણે તમામ બાળકોને શોધી તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું

રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા બે દિવસ દરમિયાન કુલ 38 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા હોવાની માહિતી સામે આવી છે. મેળામાં ભારે ભીડ વચ્ચે બાળકો પરિવારથી અલગ થઈ ગયા હતા. જોકે પોલીસની સતર્ક કામગીરીને કારણે તમામ બાળકોને શોધી તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
મેળામાં જન્માષ્ટમીના દિવસે 25 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા હતા. જન્માષ્ટમી હોવાથી મેળામાં સૌથી વધુ સહેલાણીઓ ઉમટ્યા હતા. ભારે ભીડ અને ધસારો હોવાના કારણે કેટલાક બાળકો માતા-પિતાથી અલગ થઈ ગયા હતા. બાળકો ગુમ થવાની જાણ થતાં પોલીસ અને મેળાની વ્યવસ્થામાં જોડાયેલી ટીમો દ્વારા તેમને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જન્માષ્ટમી બાદ સાતમના દિવસે વધુ 13 બાળકો મેળામાં ખોવાયા હતા. પોલીસ દ્વારા અલગ પડેલા બાળકોને શોધી તેમના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકોના પરિવારજનો માટે પણ પોલીસ અને સુરક્ષા ટીમોએ મદદરૂપ બની કામગીરી કરી હતી.
રાજકોટ લોકમેળામાં ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. બાળકો પરિવારથી વિખૂટા પડ્યાની જાણ થતા તેમને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામે બે દિવસમાં ગુમ થયેલા તમામ 38 બાળકોનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.મેળામાં જન્માષ્ટમીના દિવસે સૌથી વધુ ભીડ જોવા મળી હતી, જેના કારણે ચાઇલ્ડ સેફ્ટી (Child Safety) અને Crowd Managementની વ્યવસ્થા મહત્વપૂર્ણ બની હતી. પોલીસની ઝડપી કામગીરીથી પરિવારોથી વિખૂટા પડેલા બાળકોને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યા હતા.
(6:00 PM IST)










