<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ગિરીશ કર્નાડના નાટકોમાં ભારતીય નાટ્ય પરંપરાના પ્રભાવ વિશે સંશોધન કરી અંબર પંડ્યાએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ડૉ. પરેશભાઈ જોટાંગિયા અને ડૉ. દીપકભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ શોધનિબંધ રજૂ કર્યો : પત્રકાર નીલેશ પંડ્યા અને ડૉ. નયના પંડ્યાના પુત્રની શૈક્ષણિક સિદ્ધિ

રાજકોટ: શહેરના તેજસ્વી યુવાન અંબર પંડ્યાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના વિષય અંતર્ગત પ્રસિદ્ધ નાટ્યકાર ગિરીશ કર્નાડના સર્જન પર ઊંડાણપૂર્વક સંશોધન કરી પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો.

અંબર પંડ્યાએ 'An Impact of Indian Drama Tradition on Selected Plays of Girish Karnad : A Critical Study' (ગિરીશ કર્નાડના પસંદગીના નાટકો પર ભારતીય નાટ્ય પરંપરાનો પ્રભાવ: એક ટીકાત્મક અભ્યાસ) વિષય પર પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. આ કપરા સંશોધન કાર્યમાં તેમને ગાઈડ તરીકે ડૉ. પરેશભાઈ જોટાંગિયા અને કો-ગાઈડ તરીકે ડૉ. દીપકભાઈ મશરૂનું અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તેમના આ સંશોધનમાં ભારતીય નાટ્ય પરંપરાના મૂળ તત્વો આધુનિક નાટકોમાં કેવી રીતે વણાયેલા છે તેનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડૉ. અંબર પંડ્યા રાજકોટના જાણીતા પત્રકાર, લેખક અને લોકગાયક નીલેશ પંડ્યા તથા પ્રાધ્યાપિકા ડૉ. નયના પંડ્યાના પુત્ર છે. શૈક્ષણિક અને સાહિત્યિક વાતાવરણ ધરાવતા પરિવારમાંથી આવતા અંબર પંડ્યાની આ સિદ્ધિ બદલ મિત્રવર્તુળ અને શિક્ષણ જગતમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. સંશોધન ક્ષેત્રે તેમનું આ પ્રદાન આગામી સમયમાં સાહિત્યના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:36 AM IST)