તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 5th October 2026
આંબેડકરનગરમાં વનિતાબેને ગળામાં ચૂંદડી વીંટાળીને બંને છેડા ખેચ્યા
ફાંસો ખાવાનો પ્રયાસઃ સારવાર માટે દાખલઃ કેટલાક દિવસથી મરી જવાનું રટણ કરતાં હતાં

રાજકોટ તા. ૫ઃ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર ઍસટી વર્કશોપ નજીક આંબેડકરનગર-૧૩માં રહેતાં વનીતાબેન હીમાંશુભાઇ મકવાણા (ઉ.વ.૩૦) નામના પરિણીતાઍ સવારે પોતાની જાતે ગળામાં ચૂંદડીનાંખી બંને છેડા હાથથી ખેîચી ગળાફાંસો ખાવાની કોશિષ કરતાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
વતીનાબેનના પતિ કંપનીમાં નોકરી કરે છે. તેણીઍ પંદર દિવસ પહેલા જ સીજેરીયનથી પુત્રને જન્મ આપ્યો છે. કેટલાક દિવસથી તે મરી જવું છે, હવે જીવવું નથી ઍવું રટણ કરતાં હોઇ આ પગલુ ભર્યુ હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરી હતી. (૧૪.૧૦)
(4:32 PM IST)










