<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ધો. ૧ર કોમર્સમાં અમન કલાવડિયાએ ૯૮.૪૭ પર્સન્‍ટાઇલ સાથે ઝળહળતી સફળતા મેળવી

અર્થશાસ્ત્ર ૯૯, સ્‍ટેટેસ્‍ટીકસ ૯૮, એકાઉન્‍ટમાં ૯૮ ગુણ મેળવ્‍યા

રાજકોટ : તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહના પરિણામમાં ધ્રોળના વિદ્યાર્થીએ શ્રેષ્‍ઠ પ્રદર્શન કરીને સૌનું ધ્‍યાન ખેંચ્‍યું છે. અમન આસિફભાઈ કલાવડિયાર્એં તેની મહેનત અને લગનથી બોર્ડની પરીક્ષામાં ૯૮.૪૭ પર્સન્‍ટાઇલ મેળવી 'A1' ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈને મેદાન માર્યું છે. કુલ ૭૦૦ ગુણમાંથી ૬૩૧ ગુણ કમેળવ્‍યા છે.

તેના વિષયવાર ગુણ પર નજર કરીએ તો, તેણે ઇકોનોમિક્‍સ (અર્થશાષા) વિષયમાં ૧૦૦ માંથી ૯૯, સ્‍ટેટિસ્‍ટિક્‍સમાં ૯૮ ગુણ, એકાઉન્‍ટમાં ૯૮ ગુણ અને સેક્રેટરિયલ પ્રેક્‍ટિસમાં ૯૪ ગુણ મેળવીને ટોચનું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. એક સામાન્‍ય પરિવારમાંથી આવતા અમને પોતાની આ સફળતાનો શ્રેય તેના માતા-પિતાના આશીર્વાદ અને શાળાના શિક્ષકોના માર્ગદર્શનને આપ્‍યો છે. પરીક્ષાના સમય દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહીને માત્ર અભ્‍યાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાને કારણે જ આટલું સુંદર પરિણામ મળ્‍યું હોવાનું તેણે જણાવ્‍યું હતું. તેને તેમના મો. ૮૭પ૮૮૭૮૬૯ર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે. 

(3:51 PM IST)