News of Friday, 8th May 2026
સ્લમ ક્વાર્ટરમાં અલ્પીતાબેનને પતિ પ્રશાંતે ગડદા-પાટા માર્યા
મુળ જેતપુરનો વતની પતિ કંઇ કામ કરતો નથીઃ પોતે નોકરીએ જાય છે તો શંકા કરે છેઃ પરિણીતાના આક્ષેપો

રાજકોટ તા. ૮: જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર નં. ૩૪માં રહેતી અલ્પીતાબેન પ્રશાંત વાઘેલા (ઉ.વ.૨૨) નામની પરિણીતાને તેના પતિ પ્રશાંત વિજયભાઇ વાઘેલાએ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
અલ્પીતાબેને જણાવ્યું હતું કે તેણે મુળ જેતપુરના પ્રશાંત સાથે લગ્ન કર્યા છે અને સંતાનમાં એક દિકરી છે. પતિ હાલમાં કંઇ કામધંધો કરતો ન હોઇ પોતે બહુમાળીમાં સફાઇ કામ કરવા માટે જાય છે. પતિ ખોટી શંકા કરી હેરાન કરતો હોઇ ગઇકાલે પણ તેણે આ વાતે ઝઘડો કરતાં મેં તેને ખોટી શંકા નહિ કરવાનું અને કામધંધે જવાનું કહેતાં તેણે ઉશ્કેકરાઇ જઇ મારકુટ કરી લીધી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:59 PM IST)










