<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ખેડૂતોને ‘ફસાવતા' અલ્‍પેશ દોંગા ગેંગના રાજકોટ-અમદાવાદના કોલ સેન્‍ટરનો પર્દાફાશ

રાજકોટમાં છએક માસથી કોલ સેન્‍ટર ધમધમતુ હતુઃ પડધરીમાં ૧.૦૭ કરોડ પડાવી લેવા મામલે ગુનો દાખલ થયા બાદ વિગતો ખુલ્લી : રાજકોટ જીલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. નવીન ચક્રવર્તી રેપુડી, સાયબર ક્રાઇમ પીઆઇ આર.જે. ગોધમ, એલસીબી પીઆઇ જે.પી. રાવ. પડધરી પીઆઇ એમ. જી. ચોૈહાણ સહિતની ટીમની કાર્યવાહી

રાજકોટ, તા.૨૬: પડધરીના સરપદડ ગામના વેપારીને ૫.૫૦ લાખની લોન આપી જમીનનો સાટાખત લીધા બાદ જમીન નામે કરવા બહાને ધમકી આપી રૂા.૧.૦૭ કરોડની રકમ પડાવી લેનાર રાજકોટના નામચીન અલ્‍પેશ દોંગા આણી ટોળકી સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ રાજકોટ શહેર અને અમદાવાદમાં બે સ્‍થળોએ આ ટોળકીએ કોલસેન્‍ટર પણ શરૂ કર્યા હોવા સહિતની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. અને પડધરી પોલીસની સ્‍પેશીયલ ટીમોએ આ બને શહેરોના કોલ સેન્‍ટર પર દરોડા પાડી ખેડૂતોની જમીનના ૭/૧૨ હજારો લોકોના નંબરોની યાદી વગેરે મુદામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ, પડધરીના સરપદડ ગામે રહેતા વેપારીને નાણાની જરૂરીયાત પડતા આરોપીએ માત્ર ૫.૫૦ લાખની લોન સામે તેના જમીનના સાટાખાતના બહાને ૯ વીઘાની જમીનનો દસ્‍તાવેજ કરાવી લઇ, વ્‍યાજ અને ધમકી આપી રૂા. ૧૦૦૭ લાખની રકમ પાડવી લેવા મામલે પડધરી પોલીસ મથકમાં રાજકોટના નામચીન અલ્‍પેશ દોંગા અશ્રીત અકબરી ઉર્ફે હેપી પટેલ ચંદુ વીરડીયા, પીયુષ વીરડીયા અને હિરેન લુણાગરીયા સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાં જણાવ્‍યુ હતું કે યુવાનને ગેરેજમાં ધંધામાં ૪૧ લાખનુ નુકશાન થતા દેવુ ભરપાઇ કરવા મકાન વેચ્‍યુ હતુ તેમજ ગોલ્‍ડ લોન લીધી હતી. પરંતુ બાકીની રકમ માટે ગામના વચેટીયા આરોપી હિરેન લુણાગરીયા તેને અને તેના પિતો ન રાજકોટ અલ્‍પેશ દોંગાપાસે લઇ ગયો હતો જયાં યુવાનનીસરપદડગામની જમીન જોઇ રોકાણકાર ચંદુ વિરડીયા ગામે કરી આપો, માસીક ૫ ટકા વ્‍યાજ થશે તેમ કહી શરત મુકી હતી. બાદમૌ તેને પડધરી સબરજીસ્‍ટ્રાર કચેરીએ રાજિસ્‍ટ્રાર કઇ પુછે તો હાજ કહવેવાનું ! તેમ કહી સમજાવી સાટાખતના નામે લીધેલ જમીનનો દસ્‍તાવેજ કરાવી લીધો હતો જેના બદલામાં તેને ૫.૫૦ લાખ આપ્‍યા હતા. જેમાંથી ૫૦ હજાર એડવાન્‍સ વ્‍યાજ પેટે પરત લઇ લીધા હતા. રજીસ્‍ટ્રાર કચેરીના નોટીસ આવતા યુવાને ન જાણ થઇ હતી પરંતુ અલ્‍પેશ દોંગાએ ભોળવીને ત્રણેય નોટીસ લઇ લીધી હતી.

 બાદમાં હિસાબ પુરો કરવા આરોપીએ ૯.૮૬ લાખ માંગતા તેને ચુકવી દીધા હતા છતા તે દસ્‍તાવેજ રદ કરવાને બદલે પઠાણી ઉઘરાણી કરતો હતો. બાદમાં ધમકાવી આરોપીઓએ ૧.૦૭ લાખની રકમ પડાવી હતી.

બીજી તરફ આ ગુનામાં રાજકોટ ગ્રામ્‍ય એલસીબી પીઆઇ જે.પી. રાવ અને પડધરી પોલીસ પીઆઇ એમ. આર. ચોૈહાણ સહિતના સ્‍ટાફને આરોપી અલ્‍પેશ દોંગા રાજકોટ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ટવીન ટાવરમાં સાઉથ બ્‍લોક બિલ્‍ડીંગના આઠમા માળે ઓફિસને ૮૦૧મા લોકોને નોકરી પર રાખી ખેડુતોને લોનની લાલચ આપી જમીનના દસ્‍તાવેજો કરાવી લેતો હોવાની બાતમીના આધારે ગઇ તા.૨૪ના સાંજે ૭ થી લઇ ગઇકાલ સવારના છ વાગ્‍યા સુધી ઝડતી કરાઇ હતી. જેમાં આરોપીની ઓફિસમાં અલગ-અલગ રૂમમાં કુલ ૧૪ મહિલા કર્મચારીઓ ફોન પર કામ કરતી મળી આવી હતી. જે તમામના નિવેદનો પોલીસ દ્વારા લેવાયા હતા. એટલુ જ નહી પોલીસ તપાસમાં રાજકોટ ઉપરાંત આરોપીનું અમદાવાદના ગોતામાં જગતપુરા રોડ પર ગણેશ ગ્‍લોરીના સ્‍થળે પણ કોલ સેન્‍ટર આવેલુ હોવાની માહિતીના આધારે એક ટીમે ત્‍યાં પણ ઝડતી કરતા ત્‍યાંથી ૪ સીમકાર્ડ, ૩ ફોન, અલગ-અલગ લોકોના સહિવાળા કોરા ચેક, વાઇફાઇ, અલગ-અલગ ચોપડા, ડાયરી, ખેડુતોની જમીનના ૭/૧૨ના ઉતારા વગેરે વસ્‍તુઓ મળી આવી હતી.

જેથી પોલીસે બંને સ્‍થળેથી કોલીંગ માટે વપરાતા ૧૪ ફોન, ૧ કોમ્‍પ્‍યુટર સીપીયુ, વાઇફાઇ રાઉટર, પાંચ સીમકાર્ડ, અલગ- અલગ ડાયરીઓ, ચોપડાઓ, રાજકોટ સહિત રાજયના આઠ જીલ્લાના ૩૨ જેટલા જમીન માલીકના ૭/૧૨ આધારકાર્ડ- પાનકાર્ડની નકલો, સાટાકરાર, સ્‍ટેમ્‍પ પેપર પરના સોંગદનામુ, કેન્‍સલ અને ૧૦ જુદા-જુદા ખાતેદારોના સહિવાળા ચેકો, જાહેરાત, પત્રીકા, અલ્‍પેશ દોંગા નામે નોંધાયેલ ફરીયાદ અને જામીન હુકમોની નકલો વગેરે મળી રૂા.૧.૪૭ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આઠ જિલ્લાના ખેડુતોના ડોકયુમેન્‍ટ પણ મળ્‍યા

રાજકોટ, તા., ૨૬ : પોલીસની કોલ સેન્‍ટરમાં તપાસ દરમીયાન રાજકોટ ઉપરાત મોરબી, જામનગર, સુરેન્‍દ્રનગર, ભાવનગર, બનાસકાંઠા અને મહેસાણા મળી આઠ જિલ્લાના ખેડુતો જમીન માલીકોના ૭/૧૨, ૮અ  હક્કપત્રક સહિતના ડોકયુમેન્‍ટ મળી આવ્‍યા હતા. 

રાજકોટ અને અમદાવાદના બંને કોલસેન્‍ટરમાં ૧૧ કલાક સુધી ઝડતી

રાજકોટ, તા., ૨૬ : પોલીસે જણાવ્‍યું કે, આરોપીઓની રાજકોટ અને અમદાવાદના બંને કોલ સેન્‍ટરમાં પોલીસની ટીમોએ ગઇ તા. ર૪ ના સાંજે ૭ થી લઇ બીજા દિવસ તા. રપના સવારે ૬ સુધી ઝડતી કરાઇ હતી. આ સ્‍થળેથી ૧૪ મહિલા કર્મચારી મળી આવતા તેની પુછતાછ કરી તેનો કોઇ ગુનામાં સંડોવણી છે કેમ તે દિશામાં તપાસ કરાઇ રહી છે.

આરોપીઓ ખેડૂતોને લોનના બહાને ફસાવી જમીન દસ્‍તાવેજ કરી લેતા હતા

ઓફિસના માલિકો અલ્‍પેશ દોંગા તથા અક્ષીત અકબરી, લોનની જરૂરિયાતવાળા તથા ખેતીની જમીન લે-વેચ કરવા ઇચ્‍છુક સંચાલિત લોકોના મોબાઈલ નંબરોની યાદી અને બોલવાની ‘‘સ્‍કિપ્‍ટ'' કર્મચારીઓને આપતા હતા. તેના કર્મચારીઓને રૂબરૂ તથા ‘‘Trust” નામના વોટ્‍સએપ ગ્રુપ મારફતે સૂચનાઓ આપવામાં આવતી હતી કર્મચારીઓ ઓફિસથી આપેલ ફોન પરથી પોતાને ‘‘બાલાજી લોન'' અથવા ‘‘ગીતા ચેરીટેબલ ટ્રસ્‍ટ'' માંથી બોલે છે તેમ જણાવી, માલિકોની સૂચના મુજબ પોતાનું સાચું નામ બદલીને ખોટા નામે ખેડૂતીને ‘‘એગ્રીકલ્‍ચરલ લોન'' માટે કોલ કરતા હતા.  દરેક કોલની વાતચીત અને ખેડૂતના પ્રતિભાવની નોંધ ડાયરી કે ફૂલસ્‍કેપ બુકમાં રાખવામાં આવતી હતી. ‘‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ-ખેતીની જમીન તથા મકાન ઉપર બે કરોડ સુધી લોન'' તથા ‘‘ખેડૂત ભાઈઓ માટે ૭/૧૨ ઉપર સૌથી વધુ લોન''જેવા લખાણવાળી પત્રિકાઓ અને કવરો દ્વારા ખેડૂતોને આકર્ષવામાં આવતા હતા. એફિસ પર બોલાવી સાટાખત આધારે લોનનું કહી જમીનના દસ્‍તાવેજ કરાવી લેવાતા હોવાનું  પોલીસની તો પ્રાથમિક તપાસમાં જણાયું છે.

સાયબર એકસપર્ટ મારફતે ગીતા નામનો ડેટા મળ્‍યા

પોલીસ તપાસમાં ખુલ્લા મુજબ, આરોપીઓ ગીતા ટ્રસ્‍ટ, ગીતા નામની મહિલાઓના નામે સંપર્ક કરતા હતા. ૪ હજાર જેટલા ગીતાનામની મહિલાઓની યાદી પોલીસને મળી છે. તે આરોપીઓને તેના પરીચીત સાયબર એકસપર્ટ દ્વારા એકઠા કરી અપાયા હોવાનું જાણવા મળ્‍યું છે.

પોલીસની સ્‍પેશીયલ ટીમ દ્વારા ડેટા વિશ્‍ષેલણ સહિતની કવાયત

રાજકોટ, તા.૨૬: આ ગુનાની તપાસ કરી રહેલી સ્‍પેશીયલ પોલીસ ટીમ દ્વારા કબ્‍જે કરાયેલા ૭/૧૨ સાટાખત, સહિતના કોરા ચેક છે તે ખેડૂતોના સંપર્ક કરી તે ટોળકીના ભોગ બન્‍યા છે કે કેમ તે અંગે ખરાઇ કરાઇ રહી છે.મોબાઇલ, કોમ્‍પ્‍યુટર અને ટ્રસ્‍ટના વોટ્‍સએપ ગ્રૂપનો ડેટા સાયબર નિષ્‍ણાતો મારફત મેળવવા કવાયત શરૂ કરાઇ છે. તો આરોપી પાસે નાણા ધીરધારનું લાયસન્‍સ છે કે કેમ, નાણાકીય વ્‍યવહારો, બેંકખાતા, દસ્‍તાવેજોના આધારે લેવાયેલા નાણાની તપાસ શરૂ કરાઇ છે. તો આરોપીઓની બાલાજી લોન, ગીતા ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી અષ્‍ટલક્ષ્મી લોન હાઉસ અને પટેલ ઇન્‍વેટસ્‍ટમેન્‍ટ પોઇન્‍ટના નામે થયેલ પ્રવૃતિઓ આ ટોળકીમાં સંડોવાયેલ અન્‍ય શખ્‍સો વગેરે મામલે તપાસ શરૂ કરાઇ છે.

અલ્‍પેશ દોંગા આણી ટોળકીનો ગુનાહીત ઇતિહાસ

રાજકોટ, તા.૨૬: આરોપી અલ્‍પેશ દોંગા અગાઉ પડધરી, મેટોડા, જેતપુર તાલુકા, ગોંડલ, રાજકોટ, શહેર, તાલૂકા માલવીયા, અને આજોતી પોલીસ મથકમાં વ્‍યાજખોરી, આપઘાતની ફરજ, છેતરપીંડી, સહિતના ૧૩ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. જયારે આરોપીમાં એક એક ગુનામાં પોલીસ  રક્ષીત અને પીયૂષ રાજકોટમાં ચોપડે ચડી ચુકયો છે.

‘નમસ્તે, હું ગીતા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી વાત કરૂ છું’
રાજકોટ, તા. ર૬ઃ આરોપીઓ લોકોને ફસાવવા મહિલા કર્મચારીઅોને ફોન કરી ઍક અપાયેલી સ્ક્રીપ્ટ મુજબ વાતચીત કરતા હતા જેમા તે કોલ કરી ‘નમસ્તે સર હું ગીતા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી વાત કïરૂ છું’ ત્યાંથી શરૂઆત કરી ગીતાબહેનના નામે વાત કરી ગીતાજયંતીઍ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ કરી ઍકજ નામના ગીતા બહેનનો ઍકઠા કરવાના હોવાની વાતચીત કરતા હતા અને વોટસઍપ ગૃપમાં જાડાવવાનું કહેતા હતા.
ઍટલુ નહી મહિલા કર્મચારીઓ સહિતને અલગ-અલગ સ્ક્રીપ્ટ આપી તે મુજબ ખેડુતો અને લોકોને કોલ કરી વાત કરવાનું કહયું હતું. જે મુજબ તે ખેડૂતોને કોલ કરી ‘હું બાલાજી લોનમાંથી વાત કરૂ છું. તેમ કહી સ્ક્રીપ્ટ મુજબ વાત કરી લોન બાબતે વિગતો આપી ફસાવતા હતા. આ સ્ક્રીપ્ટ લખેલા ચોપડા પણ પોલીસે કબજે કર્યા છે.

(2:48 PM IST)