તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
જંગલેશ્વર ડીમોલીશનગ્રસ્ત લોકોને આવાસ ફાળવોઃકોંગ્રેસ
વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસ નગરસેવક અર્જુનભાઇ ચૌહાણે કમિશ્નરને પત્ર લખ્યો

રાજકોટ, તા., ર૬: શહેરના જંગલેશ્વરના ડીમોલીશન બાદ ઘર વિહોણા થયેલ લકોને આવાસ ફાળવવા વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસ કોર્પોરેટર અર્જુનભાઇ ચૌહાણે મ્યુ. કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૬ માં આવતા જંગલેશ્વર વિસ્તારમાં ૪ - માસ પહેલા થયેલ ડીમોલેશન અને ત્યારબાદ લોકોના હાલ દયનીય પરીસ્થીતીમાં જીવી રહ્યા છે. આ લોકોને આજ દિવસ સુધી આવાસ સોંપવામાં આવેલ નથી.
આર.એમ.સી. પાસે ખાલી પડેલા આવાસો આ અસરગ્રસ્તોને તાત્કાલીક ધોરણે સોંપવા માં આવે. માથે ચોમાસુ આવતુ હોય આર.એમ.સી. ના તૈયાર પડેલા આવાસો જેમ કે સોરઠીયા વાડી, ૮૦ ફુટ રોડ તથા ભગવતી પરા માં તૈયાર છે. તે તાત્કાલીક સોંપવામાં આવે.
આ લોકો ભાડા પણ ભરી શકે તેવી શક્તિ ધરાવતા નથી તેથી આવા માણસો ને માનવતાના ધોરણે આવાસ ફાળવી સોંપવા પત્રના અંતે માંગ કરવામાં આવી છે.
(2:36 PM IST)










