<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

રઘુવંશી સમાજના ત્રણેય મહિલા ઉમેદવારો સક્ષમઃ ડો.દર્શિતાબેન શાહ

રાજકોટ-૬૯ના મહિલા ધારાસભ્‍યનું લોહાણા સમાજના આક્રોશ અંગે નિવેદન

રાજકોટ, તા.૨૦: મનપાની ચૂંટણીનું આગામી રવિવારે મતદાન છે, તે પહેલા સવર્ણ સમાજમાં ટીકીટ ન અપાતા ભાજપ સામે રોષ ફાટેલો છે. લોહાણા સમાજ વિરોધ મુદ્દે ખુલીને સામે આવ્‍યો છે અને ગત અઠવાડીયે એક સંમેલન કરી આગામી રણનીતી ઘડવામાં આવી હતી. જો કે પ્રદેશ ભાજપ દ્વારા ખાનગી રીતે જ્ઞાતીગત આક્રોશ શાંત કરવા ડેમેજ કન્‍ટ્રોલ કરાયેલ પણ પાર્ટી કે કોઇ નેતા દ્વારા જાહેરમાં નિવેદન અપાયું ન હતું.

જો કે આજે રાજકોટ-૬૯ના ભાજપના મહિલા ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ દ્વારા લોહાણા સમાજને પુરતી ટીકીટ ન આપવા મુદ્દે મીડીયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્‍યો હતો. તેમણે જણાવેલ કે, સ્‍થાનીક સ્‍વરાજયની ચૂંટણીમાં અનામત બેઠકોના રોટેશન હોવા છતા લોહાણા સમાજને ૩ બેઠક આપવામાં આવી છે.

વધુમાં જણાવેલ કે, ભાજપ પક્ષમાં કોઇ પણ કાર્યકર્તા ઉમેદવારી માટે દાવેદારી કરી શકે છે. ટીકીટ આપવા માટે કોઇ વ્‍યકિતગત નિર્ણય નહીં પણ પાર્લામેન્‍ટ્રી બોર્ડમાં નામ નક્કી કરવામાં આવે છે.

રઘુવંશી સમાજના જે મહિલાઓને ટીકીટ આપવામાં આવી છે તે સક્ષમ છે અને ભાજપ દ્વારા મહિલા સશકિતકરણનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્‍યું છે.

(3:47 PM IST)