તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
મનપાના પદાધિકારીઓની નિયુકતીમાં ચારેય વિધાનસભાને સ્થાન
ચાર હોદા સવર્ણ સમાજને તથા એક ઓબીસી સમાજના ફાળે

રાજકોટઃ કોર્પોરેશનના મુખ્ય પાંચ પદાધિકારીઓની નિયુક્તિમાં ભાજપે ત્રણેય ઝોન તેમજ ચારેય વિધાનસભા બેઠકોને સંતુલિત રીતે આવરી લીધી છે. મેયર તરીકે બ્રાહ્મણ સમાજના ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે રઘુવંશી સમાજના દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે લેઉવા પટેલ સમાજના પરેશ પીપળિયા, શાસકપક્ષના નેતા તરીકે આહિર સમાજના હિરેનભાઈ ખિમાણીયા અને પક્ષના દંડક તરીકે ક્ષત્રિય સમાજના સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. વિધાનસભા ૬૮, ૬૯, ૭૦ અને ૭૧ - ચારેય બેઠકને આવરી લેતા વોર્ડના કોર્પોરેટરોને હોદ્દાઓ ફાળવી ભાજપે રાજકીય અને સામાજિક સમીકરણોને સંતુલિત રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.
(3:49 PM IST)










