તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ભોગ બનેલ ખેડૂતોને જમીન પાછી મળે તે માટે તમામ પ્રયાસો કરાશેઃ એસપી વિજયસિંહ ગુર્જર
સીટ દ્વારા રેવન્યુ ઓથોરીટીના અધિકારીઓ સાથે ચર્ચાઃ લીગલ અભિપ્રાય લેવાશે

રાજકોટ તા.૨: અલ્પેશ દોંગાની ટોળકી દ્વારા લોનની લાલચ આપી ખેડૂતોની જમીન પચાવી પાડયાના કોૈભાંડમાં રૂરલ પોલીસે પર્દાફાશ કર્યા બાદ ભોગ બનનાર ખેડૂતોને તેની જમીન પાછી મળે તે માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહયાનું રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતું.
અલ્પેશ દોંગાની ટોળકી દ્વારા લોનની લાલચ આપી સંખ્યાબંધ ખેડૂતોની જમીન તેના સાગરિતો કે અન્યના નામે કરાવી લઇ પચાવી પાડયાનું ખુલ્યુ છે ત્યારે ભોગ બનનાર ખેડૂતોને આ જમીન પાછી મળે તે માટે રેન્જ ડીઆઇજી નીર્લીપ્ત રાયના માર્ગદર્શન હેઠઇ રચાયેલ સીટના અધિકારીઓ દ્વારા જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ રેવન્યુ અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી. ભોગ બનનાર ખેડૂતોની જમીન પાછી મળે તે માટે લીગલ અભિપ્રાય લેવાઇ રહયો છે અને તે દિશામાં આગળની કાર્યવાહી કરાઇ રહી હોવાનું એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતું.(૨.૧૬)
(2:33 PM IST)










