<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કારમાં દારૂની હેરફેર કરતો અલીઅહેમદ પકડાયોઃ અન્‍ય છ દરોડામાં દારૂ બીયર સાથે પાંચ ઝબ્‍બે

ગોકુલધામ રોડ પર એલ.સી.બી. ઝોન-રનો દરોડો એલ.સી.બી. ઝોન-ર, ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ, આજીડેમ, એ-ડીવીઝન પોલીસનાં એસ.ટી. બસ મથક પાસે, નિર્મલા રોડ, આજીડેમ ચોકડી, નવયુગપરા અને પુષ્‍કરધામ રોડ પર દરોડા


 

રાજકોટ તા. ૯: ગોકુલધામ મેઇન રોડ પરથી એલ.સી.બી. ઝોન-ર ની ટીમે દારૂનો જથ્‍થો ભરેલી હેરીયર કાર સાથે એકને દબોચી લીધો હતો. જયારે અન્‍ય છ દરોડામાં દારૂ-બીયર સાથે પોલીસે તરૂણ સહિત પાંચને ઝડપી લઇ ફરાર એકની શોધખોળ શરૂ કરી છે.

ગોકુલધામ મેઇન રોડ પરથી એલ.સી.બી. ઝોન-ર ની ટીમના એએસઆઇ જે. વી. ગોહીલ, હેડ કોન્‍સ્‍ટેબલ હેમેન્‍દ્રાઇ વાધિયા, ધર્મરાજસિંહ ઝાલા, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને કોન્‍સ્‍ટેબલ કુલદીપસિંહ રાણા સહિતના સ્‍ટાફે હેરીયર કારમાં દારૂ લઇને નિકળેલા અલીઅહેમદ બસીરભાઇ શેખ (ઉ.વ. ર૮ રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર, પાણીના ટાંકા પાસે, કોઠારીયા રોડ) ને પકડી રૂા. ૩૪,પ૬૦ની દારૂની ૯૬ બોટલ અને કાર સહિત કુલ રૂા. પ.૩૪ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

બીજા દરોડામાં રાજકોટ એસ.ટી. બસ સ્‍ટેશન નજીક કાંતા વિકાસ ગૃહ સામેથી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્‍સ્‍ટેબલ તુલસીભાઇ ચુડાસમા, કોન્‍સ્‍ટેબલ ધર્મેશભાઇ ખાંડેખાએ બાતમીના આધારે દારૂ ભરેલી કાર લઇને નિકળેલા ધર્મેશ ઉર્ફે કરણ દિલીપભાઇ નિમાવત (ઉ.વ. ૩૩, રહે. ક્રિસ્‍ટલ એપાર્ટમેન્‍ટ, વાવડી) ને પકડી લઇ રૂા. ૬૪ર૭ની કિંમતની દારૂની ૧પ બોટલ અને બીયરનાં ૮ ટન ઉપરાંત ફોન અને કાર મળી કુલ રૂા. ૩.૧૬ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

ત્રીજા દરોડામાં ગાંધીગ્રામનાં એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, અને કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર સહિતના સ્‍ટાફે નિર્મલા રોડ પરથી ૧૭ વર્ષના તરૂણને દારૂના પાંચ ચપલા સાથે પકડી લીધો હતો.

ચોથા દરોડામાં આજીડેમ ચોકડી પાસેથી આજીડેમ પોલીસનાં હેડ કોન્‍સ્‍ટેબલ હરપાલસિંહ જાડેજા અને એસ. યુ. મિયાત્રા સહિતના સ્‍ટાફે પંકજ ગુલાબભાઇ પરમાર (ઉ.વ. ૪૩ રહે. અનમોલ પાર્ક મેઇન રોડ, આજીડેમ ચોકડી પાસે) ને દારૂનાં ૧ ચપલા સાથે પકડી લીધો હતો.

પાંચમા દરોડામાં એ-ડીવીઝન પોલીસનાં હેડ કોન્‍સ્‍ટેલ કે. જે. બસીયા અને મયુરધ્‍વજસિંહ જાડેજા નવયુગપરા શેરી નં. પ માં જુની જેલ પાસે રહેતા રાકેશ ઉર્ફે રાહુલ રાજેશભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૪) ને દારૂના એક ચપલા સાથે પકડી લીધો હતો.

જયારે તેજ વિસ્‍તારમાંથી હેડ કોન્‍સ્‍ટેબલ કે. વી. બોરીચા અને ધવલભાઇ જીલડીયા સહિતના સ્‍ટાફે રાજેશ દેવજીભાઇ વાઘેલા (ઉ.વ. ૩ર રહે. સ્‍વાતી પાર્ક મેઇન રોડ, કોઠારીયા) ને દારૂના એક ચપલા સાથે પકડી લીધો હતો.

સાતમાં દરોડામાં પુષ્‍કરધામ મેઇન રોડ પર આલાપ સેન્‍ચુરીમાં રહેતા વિશાલ ચંદ્રેશભાઇ રાણપરાનાં મકાનમાંથી એલ.સી.બી. ઝોન-ર ની ટીમે ૧૦,૧૮૦ની દારૂની ૩૧ બોટલ કબ્‍જે કરી તેની શોધખોળ શરૂ કરી છે.

(2:53 PM IST)