<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

મિલ્‍કત સંબંધી ગુનામાં સામેલ અક્ષય, મોહિત અને બૂટલેગર સુનિલ પાસામાં

માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ મારૂ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ ચુડાસમા અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા.૨૩: અલગ અલગ ગુનાઓમાં સામેલ વધુ ત્રણ શખ્‍સોને પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. નવલનગર અને મારૂતિનગરના બે શખ્‍સો તથા સાગર ચોક આવાસમાં રહેતાં એક શખ્‍સને અલગ અલગ જેલમાં મોકલી દેવાયા છે. માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે વોરન્‍ટ બજવણી કરી હતી.

નવલનગર-૩માં વાછરાદાદાના મંદિર પાસે રહેતાં મુળ જસદણના વાવડા ગામના અક્ષય મહેશભાઇ વ્‍યાસ તથા મવડી રોડ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ મારૂતિનગર-૧માં રહેતાં મોહિત ચનાભાઇ સોલંકીને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત ઇન્‍ચાર્જ જેસીપી હરપાલસિંહ જાડેજા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં માલવીયાનગર પોલીસે તૈયાર કરી હતી. આ બંને શખ્‍સો મિલ્‍કત સંબંધી ગુનો કરવાની ટેવ ધરાવતાં હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ દરખાસ્‍ત મંજુર કરી અક્ષયને વડોદરા જેલમાં અને મોહિતને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

આ બંને વોરન્‍ટની બજવણી પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ કે. ડી. મારૂ, એએસઆઇ શૈલેષભાઇ ખીહડીયા, કેતનભાઇ શેખલીયા, હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વીકમા, પૃથ્‍વીરાજસિંહ ચુડાસમા, કૃણાલસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મનિષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી.

જ્‍યારે ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાછળ સાગર ચોક આવાસ ક્‍વાર્ટર નં. ૧૨૨૨ બ્‍લોક નં. ૧ ખાતે રહેતાં સુનિલ હકાભાઇ સાકરીયાને તે દારૂના અલગ-અલગ આઠ ગુનાઓમાં સંડોવાયો હોઇ તેની પણ પાસાની દરખાસ્‍ત ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં તૈયાર થતાં તે મંજુર થઇ હતી. સુનિલને અમદાવાદ જેલમાં મોકલાયો છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, યશવંતભાઇ ભગત, હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાલ, કોન્‍સ. અરવિંદભાઇ ફતેપરા, મહાવીરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:34 PM IST)