તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 8th May 2026
અકિલા પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઈ બગથરીયા પરિવારના આંગણે શ્રી મોમાઈ માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન
રાજકોટમાં બગથરીયા પરિવાર દ્વારા ધાર્મિક મહોત્સવઃ અનેક ભુવાશ્રીઓની પાવન ઉપસ્થિતિમાં ઉજવાશે રૂડો અવસર

રાજકોટઃ મવડી મેઈન રોડ અહીંના સ્થિત શ્રીનાથજી સોસાયટીમાં બગથરીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી મોમાઈ માતાજી, બ્રહ્માણીમાં, બુટભવાનીમાં અને સુરાપુરા શ્રી જેઠાબાપાની અસીમ કૃપાથી આગામી તા.૧૦-૫ને રવિવારના રોજ માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં સંતો, મહંતો અને વિવિધ મઢના અનેક ભુવાશ્રીઓ ઉપસ્થિત રહેશે.
અકિલા પરિવારના પ્રેસ ફોટોગ્રાફર અને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેક્ટ્રોનિક કેમેરામેન એસોસીએશનના પ્રમુખ શ્રી અશોકભાઈ તુલસીદાસ બગથરીયા તથા અકિલા પ્રેસ ફોટોગ્રાફર શ્રી સંદિપભાઈ અશોકભાઈ બગથરીયા અને પ્રિન્સ સંદિપભાઇ બગથરીયા, અભિજીતભાઈ સંદીપભાઈ બગથરીયાના આંગણે શ્રી મોમાઈ માતાજીનો નવરંગો માંડવો ભારે હર્ષોલ્લાસ સાથે યોજાવા જઈ રહ્યો છે.આ પાવન પ્રસંગે સ્વ. તુલસીદાસ મોહનભાઈ બગથરીયા, સ્વ. સવિતાબેન તુલસીદાસ બગથરીયા, સ્વ. ટીનાભાઈ તુલસીદાસ બગથરીયા, સ્વ. રમણીકભાઈ તુલસીદાસ બગથરીયા, સ્વ. દિનેશભાઈ તુલસીદાસ બગથરીયા, સ્વ. રાજુભાઈ તુલસીદાસ બગથરીયા અને સ્વ. નિશા(ગુડી)બેન અશોકભાઈ બગથરીયાના અંતરીક્ષ આશીર્વાદ પરિવારને પ્રાપ્ત થશે.
માંડવાના પાવન કાર્યક્રમ અંતર્ગત થાંભલી રોપવાનું શુભ મુહુર્ત સવંત ૨૦૮૨ વૈશાખ વદ ૮ ને રવિવાર, તા. ૧૦-૫ ના રોજ સવારે ૭:૧૫ કલાકે રાખવામાં આવેલ છે. માતાજીના સામૈયા તે જ દિવસે સવારે ૯:૩૦ કલાકે થશે. દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન રવિવારે સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે. જયારે થાંભલી વધાવાનું શુભ મુહુર્ત સવંત ૨૦૮૨ વૈશાખ વદ ૯ ને સોમવાર, તા. ૧૧-૫ ના રોજ વહેલી સવારે શુભ ચોઘડીયે રાખવામાં આવેલ છે.
આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું અકિલાન્યૂઝ ડોટ કોમ પર રવિવારે રાત્રે ૯ કલાકે લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
ભુવાશ્રીઓ અને રાવળદેવની પાવન ઉપસ્થિતિઃઆ ધાર્મિક પ્રસંગે ગુજરાતનું ઘરેણું એવા ધર્મેશભાઈ રાવળ એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે. કરના ભુવાશ્રી તરીકે મોટા પાંચદેવડા મઢના મોમાઈ માતાજીના ભુવા ખીમજીભાઈ જીવરાજભાઈ બગથરીયા (મોટી ભલસાણ) અને પઢીયાર ભુવાશ્રી તરીકે હમીરભાઈ અજીતભાઈ મોકરસી હાજરી આપશે.
આ ઉપરાંત માતાજીના પંચના ભુવાશ્રીઓ તરીકે ચામુંડા માતાજીના ભુવા દિનેશભાઈ રતિભાઈ ચાવડા (મુછડી), મોમાઈ માતાજીના ભુવાશ્રીઓ સર્વેશ્રી મુકેશભાઈ ભટ્ટી, વૈભવભાઈ બોરીચા, વિજયભાઈ વાંક, અજીતભાઈ બચુભાઈ મોકરસી, દિલીપભાઈ ગોંડલીયા (નાનીયા મામા) અને દિનેશભાઈ બગથરીયા ખાસ ઉપસ્થિત રહેશે.
સાથે જ મુની માં (નીકાવાની સરકાર), શ્રી મહાકાળી નિવાસના ભક્તો (રામનાથ પરા), ખોડીયાર માતાજીના ભુવા જયરાજભાઈ અરવિંદભાઈ રાઠોડ, ગોરાળા મઢ ખોડીયાર માતાજીના ભુવા મુકેશભાઈ દેવજીભાઈ ગોહેલ, મચ્છોમાંના ભુવાશ્રી નાજાભાઈ બુધાભાઈ બોહરીયા, શક્તિ માતાજીના ભુવા (રાજકોટ) દિલુભા બાલુભા ઝાલા, ભેસાણ મઢ ચામુંડા માતાજીના ભુવા મુકેશભાઈ રણછોડભાઈ લીંબાણી અને મામાસાહેબના ભુવા ભરતભાઈ બગથરીયા પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી આશીર્વાદ પાઠવશે.
આ રૂડા પ્રસંગે કિશોરભાઈ (ભઈલાભાઈ) આંબાભાઈ બગથરીયા, પ્રિન્સ, અભિજીત, વૈભવી, સંકેત અને કિયારા સહિત સમસ્ત બગથરીયા પરિવારે હરખના તેડા મોકલી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
પ્રસંગનું શુભ સ્થળઃ ‘‘માતૃકૃપા'', શ્રીનાથજી સોસાયટી, શેરી નં. ૧૧, મવડી મેઈન રોડ, રાજકોટ. સંપર્ક શ્રી અશોકભાઈ બગથરીયા (મો. ૯૭૨૫૨ ૪૧૧૧૧), શ્રી સંદિપભાઈ બગથરીયા (મો. ૯૭૨૫૨ ૩૧૧૧૧) અને શ્રી અભિજીતભાઈ બગથરીયા (મો. ૭૯૯૦૬ ૧૪૩૫૦)
(11:01 AM IST)










