News of Thursday, 17th September 2026
બ્યુટી પાર્લર સંચાલીકા ગીતાબેનની ભેદી હત્યા : જુઓ વિડિયો
મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સિતારામ સોસાયટીમાં ઘટના : દિકરો આશિષ વાજા સવારે ઘરે આવ્યો ત્યારે માતા લોહીલુહાણ જોવા મળી : મહિલા એકલા રહેતાં હતાં: તિક્ષ્ણ હથીયારથી ગળા, છાતીમાં ઘા મારી રહેંસી નંખાયાઃ એક દિકરો અમદાવાદ રહે છેઃ બીજો દિકરો આશિષ સવારે ઘરે આવ્યો ત્યારે માતાને લોહીલુહાણ જોતાં પોલીસ, ૧૦૮ને જાણ કરીઃ યુનિવર્સિટી પોલીસ પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્યોરા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ એસ. વી. ચુડાસમા, હરપાલસિંહ સહિતની ટીમો અને ડીસીબી દ્વારા ભેદ ઉકેલવા મથામણ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયા પણ ઘટના સ્થળે દોડી ગયા

ક્રુર અને ભેદી હત્યા : જ્યાં હત્યા થઇ તે સ્થળે તપાસાર્થે પહોંચેલા ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્યોરા અને ટીમ તથા ડોગ સ્ક્વોડ, ઘરના હોલમાં જે રીતે ગાદલા પર ગીતાબેનનો મૃતદેહ પડયો હતો તે દ્રશ્ય અને હત્યાનો ભોગ બનેલા ગીતાબેન વાજાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૭: શહેરના રેલનગરમાં બાંધકામની સાઇટ પર ઓરીસ્સાના મજુરે એમપીની યુવતિનો હાથ પકડતાં તેણીના બે ભાઇઓ સહિત ત્રણ જણાએ આ મજૂરને ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો ત્યાં જ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ મોટા મવામાં બાપા સિતારામ સોસાયટીમાં એકલા રહેતાં બ્યુટી પાર્લર સંચાલીકા મહિલાની તેમના ઘરમાં જ ક્રુર અને ભેદી હત્યા થઇ જતાં ચકચાર મચી ગઇ છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મહિલાના પુત્ર, પતિ સહિત પાસેથી પોલીસ વિગતો મેળવવા તેની પુછતાછ કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ મોટા મવા વિસ્તારની બાપા સિતારામ સોસાયટીમાં આવેલા મકાનમાં રહેતાં અને બ્યુટી પાર્લર ચલાવતાં ગીતાબેન કિશોરભાઇ વાજા (ઉ.વ.૫૫) નામના મહિલાની તેના જ ઘરમાં હત્યા થયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્યોરા, ડી. સ્ટાફ ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ સવારે નવેક વાગ્યે મૃતક ગીતાબેનના દિકરા આશિષભાઇ કિશોરભાઇ વાજા બહારથી માતા ગીતાબેનના ઘરે આવ્યા હતાં. આશિષભાઇ અને તેના પિતા કિશોરભાઇ બંને અલગ અલગ પોતાની રીતે રહે છે. જ્યારે ગીતાબેનના અન્ય એક પુત્ર જીતુભાઇ અમદાવાદ રહે છે. ગીતાબેન અહિ એકલા જ રહેતાં હતાં અને બ્યુટી પાર્લરનું કામ કરતાં હતાં. દિકરા આશિષભાઇ અને પતિ કિશોરભાઇ ક્યારેક ક્યારેક અહિ ગીતાબેનના ઘરે આટો મારતા રહે છે.
આજે સવારે નવેક વાગ્યે દિકરા આશિષભાઇ ઘરે આવ્યા ત્યારે તેને માતા ગીતાબેનને લોહીલુહાણ હાલતમાં જોતાં અને તેણી બેભાન હોઇ તેણે ૧૦૮ને તથા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ૧૦૮ની ટીમ એક સાથે જ પહોંચ્યા હતાં. ૧૦૮ના તબિબે ગીતાબેનને મૃત જાહેર કર્યા હતાં. પોલીસે એફએસએલની ટીમ બોલાવી ઘટના સ્થળે તપાસ કરાવી હતી.
હત્યાની ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, જે. વી. ગોહિલ, રાજેશભાઇ, શક્તિસિંહ, યુનિવર્સિટી ડી. સ્ટાફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અલગ અલગ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ આદરી હતી.
હત્યાની ઘટનાની જાણ કરનાર ગીતાબેનના દિકરા આશીષભાઇની પોલીસે વિસ્તૃત પુછતાછ શરૂ કરી હતી. જો કે તેણે પોતે ઘરે આવ્યો ત્યારે માતાને લોહીલુહાણ જોતાં તેણીને જગાડવાનો પ્રાયસ કરતાં માતા બેભાન જણાતાં તુરત પોલીસને ૧૦૮ને જાણ કરી હોવાનુ રટણ કર્યુ હતું. આ દિકરો અલગ રહે છે અને ક્યારેક ક્યારેક અહિ આવ જા કરે છે. જો કે આજે તે આવ્યો ત્યારે જ આ ઘટના બની હોઇ પોલીસે તેની વિસ્તૃત પુછપરછ શરૂ કરી હતી. હત્યાની આ ઘટનાએ અનેક ભેદભરમ સર્જી દીધા છે. પોલીસ અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. ડીસીપી રાકેશ દેસાઇએ જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક તપાસમાં હત્યારા કે હત્યાના કારણ અંગે કોઇ વિગતો બહાર આવી નથી. પણ ભેદ ઝડપથી ઉકેલાઇ જાય તે માટે પ્રયાસ ચાલુ છે. (૧૪
બે દિવસ પહેલા પતિ-પત્નિ વચ્ચે ચડભડ થતાં પોલીસ બોલાવ્યાની ચર્ચા
ઞ્જહત્યાનો ભોગ બનેલા ગીતાબેનથી તેના પતિ કિશોરભાઇ અને દિકરો આશિષભાઇ અલગ રહેતાં હતાં. બે દિવસ પહેલા કોઇ વાતે પતિ-પત્નિ વચ્ચે ચડભડ થતાં પીસીઆર બોલાવાઇ હતી. એવી ચર્ચા હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૫)
એફએસએલની ટીમે ખુણેખુણો ચેક કર્યોઃ આસપાસમાં પણ તપાસ કરી
ઞ્જહત્યાની ઘટનાને પગલે એફએસએલની ટીમ પણ પહોંચી ગઇ હતી. ઘટના સ્થળે પોલીસે ખુણેખુણો ચેક કર્યો હતો અને હત્યારાના ફિંંગર પ્રિન્ટ સહિતના પુરાવા એકઠા કરવા કવાયત કરી હતી. આસપાસમાં પણ ટીમે તપાસ કરી જોઇ હતી. બીજી તરફ ડોગ સ્ક્વોડ પણ તપાસાર્થે પહોંચી ગઇ હતી. પોલીસે આસપાસમાં પણ પુછતાછ કરી હતી. તેમજ આસપાસમાં કોઇ સીસીટીવી કેમેરા છે કે કેમ? તે ચકાસવા મહેનત હાથ ધરી હતી. જો કે મોડી બપોર સુધી ભેદ ઉકેલાય તેવી કોઇ કડી પોલીસને મળી ન હોઇ તપાસ યથાવત રાખવામાં આવી છે. (૧૪.૧૪)
ગીતાબેન વાજા ઘરના હોલમાં નીચે ગાદલા પર સુતા હતાં: ત્યાં જ હત્યા કરાઇઃ લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું
ઞ્જહત્યાનો ભોગ બનનાર ગીતાબેન વાજા (ઉ.વ.૫૦) ઘરના હોલમાં નીચે ગાદલુ નાંખીને સુતા હતાં. આ ગાદલા ઉપરથી જ તેમની લોહીલુહાણ લાશ મળી આવી હતી. બાજુમાં લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયેલુ જોવા મળ્યું હતું. હત્યારાએ ગળા ઉપર અને ગળાથી નીચેના ભાગે આડેધડ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંક્યા હતાં જે જીવલેણ નીવડયા હતાં.
(2:56 PM IST)










