<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધડામઃ ૪ થી ૫ સ્‍કુટરોનો કડુસલો : જુઓ વિડિયો

સદનસીબે જાનહાનિ ટળી, મનપાની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી કરાઇ

રાજકોટઃ શહેરમાં સવારથી ગોંરભાયેલ વાતાવરણ વચ્‍ચે મેઘરાજાની પધરામણી થઇ હતી. યુનિ.રોડ પર આવેલ આર્યુવેદીક હોસ્‍પિટલ સામે એક તોતીંગ વૃક્ષ ભારે વરસાદથી તુટી પડયુ હતું. સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી, પણ ત્‍યાં પાર્ક કરેલા ૪ થી ૫ સ્‍કૂટરો ઉપર વૃક્ષ પડતા નુકશાની થઇ હતી. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્‍પિટલ નજીક વરસાદના કારણે એક વળક્ષ અચાનક ધરાશાયી થતાં રસ્‍તા કિનારે પાર્ક કરાયેલા ચાર થી પાંચ બાઈક તેના નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્‍યા હતા. સદનસીબે ઘટના સમયે કોઈ વ્‍યક્‍તિ વળક્ષની નીચે ન હોવાથી જાનહાનિ કે ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ટીમ સ્‍થળ પર પહોંચી હતી અને રસ્‍તા પરથી વળક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વળક્ષ પડતાં થોડા સમય માટે વાહનવ્‍યવહારને અસર પહોંચી હતી, જે બાદ સ્‍થિતિ સામાન્‍ય બની હતી. યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્‍પિટલ નજીક વરસાદના કારણે ધરાશાયી થયેલા વળક્ષ નીચે દબાયેલા ચાર થી પાંચ બાઈકનું દૃશ્‍ય. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:19 PM IST)