<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ઘંટેશ્વર પાસે ગટરની કુંડી સાથે ટુવ્‍હીલર અથડાઇ જતાં ઘવાયેલા સરિતા વિહારના મીતાલીબેન કેસરીયાનું મૃત્‍યુ. : જુઓ વિડીયો

પતિ સાથે મસાલા ડાયરીઝ રેસ્‍ટોરન્‍ટમાં જમવા જતાં હતાં ત્‍યારે અંધારામાં રસ્‍તા સાઇડની કુંડી ન દેખાઇઃ મિતાલીબેન ગૃહ ઉદ્યોગ ચલાવતાં હતાં: માસુમ દિકરો મા વિહોણો થયોઃ પરિવારજનો શોકમાં ગરક

રાજકોટ તા. ૨૩: શહેરમાં વાહન અકસ્‍માતના બનાવ અવાર-નવાર બનતા રહે છે. દરમિયાન ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે રસ્‍તામાં આવેલી ઉંૅચી કુંડી અને સ્‍ટ્રીટ લાઇટ ન હોઇ અંધારૂ હોવાથી ટુવ્‍હીલર ચાલકને કુંડી ન દેખાતાં તેની સાથે વાહન અથડાતાં ચાલક સરિતાવિહારમાં રહેતાં કરીયાણાના વેપારી યુવાન અને પાછળ બેઠેલા તેમના પત્‍નિ ફંગોગાળ ગયા હતાં. જેમાં પત્‍નિનું લાંબી સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ સરિતા વિહારમાં રહેતાં મિતાલીબેન કિશનભાઇ કેસરીયા (ઉ.વ.૨૯) એક મહિના પહેલા પોતાના પતિ કિશનભાઇ રાજેશભાઇ કેસરીયાના ટુવ્‍હીલરમાં બેસીને રાતે જાનગર રોડ પર મસાલા ડાયરીઝ રેસ્‍ટોરન્‍ટ ખાતે જમવા જઇ રહ્યા હતાં ત્‍યારે ઘંટેશ્વર કેમ્‍પથી ડાબી બાજુ ગ્રીનલીફના ગેઇટ નજીક રસ્‍તા પર ઉચી કુંડી હોઇ ત્‍યાં સ્‍ટ્રીટલાઇટ પણ ન  હોઇ અંકારાને કારણે તેની સાથે ટુવ્‍હીલર અથડાઇ જતાં મિતાલીબેનને ગંભીર ઇજા થઇ હતી. જ્‍યારે કિશનભાઇનો સામાન્‍ય ઇજા સાથે બચાવ થયો હતો. લાંબી સારવાર બાદ ગઇકાલે મિતાલીબેનનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર મિતાલીબેન ગૃહઉદ્યોગ ચલાવતાં હતાં. તેમના પતિ કિશનભાઇને કરીયાણાની દુકાન છે. સંતાનમાં એક દિકરો છે. જે નવ મહિનાનો છે. નવજાત દિકરાને માતા ગુમાવી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપીગઇ છે. પીએસઆઇ સાખરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:57 PM IST)