News of Wednesday, 25th November 2026
*અકિલા ન્યૂઝ* : રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન તપાસનો રિપોર્ટ જાહેર કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના ખર્ચની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન ઇલેક્ટ્રિક કામગીરી, LED ટીવી, મંડપ, મિનરલ વોટર, વિડિયોગ્રાફી અને ડ્રોન સહિતની કામગીરીનાં બિલોમાં ક્ષતિઓ તથા રેટ કરેકશનના મુદ્દાઓ સામે આવ્યા છે. જેને પગલે સંબંધિત અધિકારીને ફરજ મોકૂફ કરી ખાતાકીય તપાસ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત લંચ ડીશ, ચા-બિસ્કીટ, લીંબુ પાણી અને કંટ્રોલ રૂમના ચા-નાસ્તા તથા લંચનાં બિલોમાં પ્રોસિજરલ લેપ્સ અને રેટ કરેકશન જણાતાં અધિકારી સામે ખાતાકીય તપાસ સૂચવાઈ છે. સાથે જ 'આરાધના ટી' એજન્સીના બિલમાંથી રૂ. 57,420ની કપાત કરવાની તેમજ અન્ય એજન્સીઓ પાસેથી પણ લાખોની રકમની રિકવરી કરવાની ભલામણ કરવામાં આવી છે. : જુઓ વિડીયો

(8:04 PM IST)










