તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 24th September 2026
નો- પાર્કિંગમાં કારને મારેલો ‘લોક' ચાલકે તોડી નાખ્યોઃ પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ : જુઓ વિડીયો
સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થયો હતોઃ ટ્રાફિક પોલીસે નો- પાર્કિંગ દંડ વસુલવા સહિતની કાર્યવાહી કરી

રાજકોટ તા.૨૪: શહેરના ડો.યાજ્ઞિક રોડ પર નો-પાર્કિંગમાં પાર્ક કારને ટ્રાફિક પોલીસે મારેલો લોક તોડતા ચાલકનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી કારચાલકને પકડી દંડ વસુલાત સહિતની કાર્યવાહી કરી હતી.
શહેરમાં નો પાર્કીંગ કે આડેધડ ટ્રાફીકને અડચણરૂપ વાહનો સામે ટ્રાફીક પોલીસ દ્વારા કારને લોક મારવા સહિતની કામગીરી કરાઇ રહી છે. પરંતુ અમુક ચાલકો કારના ટાયરમાં લગાવેલ લોકને કારનું ટાયર બદલીને કે ગમે તે હથીયાર વડે તોડી નાખતા હોય છે. જેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરાય છે. ત્યારે આવી જ રીતે ડો.યાજ્ઞીક રોડ પર નો પાર્કીંગમાં પાર્ક એક કારને ટ્રાફિક પોલીસ લોક કરી હતી. પરંતુ કાર ચાલકે ટાયરમાં લગાવેલા લોકને ગમે તે રીતે તોડી ટુટેલા લોક નજીકમાં ફેંકી દીધો હતો. જે ઘટનાને વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. જેના આધારે ટ્રાફિક પોલીસના ડી.સી.પી. ડો.હરપાલસિંહ ઝાલાની રાહબરીમાં ટ્રાફિક પોલીસની ટીમે કાર ચાલકને પકડી લઇ નો-પાર્કિંગ દંડ સહિતનો દંડ વસુલી કાયદાનું ભાન કરાવ્યુ હતું.
(3:50 PM IST)










