<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

લગ્ન બાદ કિન્નર હોવાનો ભાંડો ફુટતા અને પીછો ન છોડતા ચંદનકુમારને પતિ પિયુષકુમાર ખરવારે મોતને ઘાટ ઉતારી દીધો : જુઓ વિડિયો

શાપર-વેરાવળમાં પ દિ' પૂર્વે મળેલ મહિલાના કપડા પહેરેલ હાલતમાં મળેલ લાશનો ભેદ ઉકેલાયો : મૃતક ચંદનકુમાર પૂનમ નામ ધારણ કરી પિયુષકુમાર સાથે હેદ્રાબાદમાં લગ્ન કર્યા'તાઃ કિન્નર હોવાનો ભાંડો ફુટયા બાદ બંને વચ્‍ચે ઝઘડા થતા'તાઃ હત્‍યા કરનાર પિયુષકુમારની ધરપકડ

 

 

રાજકોટ તા.૧: શાપર-વેરાવળમાં પાંચ દિ' પૂર્વે મહિલાના કપડા પહેરેલ હાલતમાં અજાણ્‍યા શખ્‍સની લાશ મળ્‍યાની ઘટનામાં આ બનાવ હત્‍યાનો હોવાનું અને હત્‍યાનો ભોગ બનનાર કિન્નરે સ્‍ત્રી ખોટુ નામ ધારણ કરી યુવાન સાથે લગ્ન કર્યા બાદ કિન્નર હોવાનું ભાંડો ફુટતા યુવાને કિન્નરને મોતને ઘાટ ઉતારી દિધાનું ખુલ્‍યુ છે. હત્‍યા કરનાર યુવાનની શાપર-વેરાવળ પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ ગત તા.૨૫ના રોજ શાપર (વે.) પોલીસ સ્‍ટેશનથી પુર્વે આશરે ૦૪ કિ.મી.દુર વેરાવળ ગામની સીમ,મસ્‍ક્‍ત ફાટકની પાસે આવેલ ઓમ ઓટો એન્‍ડ રીંગ કારખાના પાસે રેલ્‍વેની દિવાલ પાસે એકસ્ત્રીના કપડા પહેરેલ પુરૂષની કોહવાઇ ગયેલ હાલતમા લાશ મળી આવેલ હોય બાદ લાશનુ રાજકોટ સરકારી હોસ્‍પિટલ ખાતે ફોરેન્‍સિક પી.એમ. કરવતા મરણજનારનુ મોત માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી થયાનું ખુલ્‍યુ હતું. મૃતકની ઓળખ કરવા તેમજ ગુન્‍હાઓમાં આરોપીઓને તાત્‍કાલીક અટક કરવા માટે રાજકોટ રેન્‍જના આઇ.જી. નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ સુચના કરેલ હોય જેના અનુસંધાને કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ. આર.બી.રાણાએ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે આરોપીની તપાસ કરી  આરોપી (૧) પીયુષકુમાર બબલુ ખરવાર જાતે કશ્‍યપ ઉ.વ.૨૦ રહે હાલ પીરામીડ કારખાનામા પડવલા તા-કોટડા સાંગાણી જી રાજકોટ મુળ રહે સુનવાલી ગામ થાના કરમદિનપુર જી ગાજીપુર રાજ્‍ય ઉત્તરપ્રદેશની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ હત્‍યા કર્યાની કબુલાત આપી હતી.

પકડાયેલ પીયુષકુમાર પડવલા ખાતે આવેલ પીરામીડ કારખાનામા કામ કરતો હતો.  અને પોલીસ સમક્ષ જણાવ્‍યુહતું કે, મરણજનારનુ નામ ચંદનકુમાર હતુ. આશરે ત્રણેક વર્ષ પહેલા હૈદરાબાદ ખાતે હતો ત્‍યારે ફેસબુકમા NISHA KUMAR નામની ફેસબુક આઇ.ડી.થી તથા POONAM383203 નામના ઇન્‍સ્‍ટાગ્રામ આઇ.ડી થી આ કામના મરણજનાર સાથે મીત્રતા થયેલ હતી બાદમાં મરણજનાર પોતે હૈદરાબાદ ખાતે આવેલ અને પોતાનુ નામ પુનમ જણાવેલ બાદ બન્નેએ હૈદરાબાદ ખાતે આરોપીએ મરણજનાર સાથે તેના સેંથામાં સીંદુર પૂરી લગ્ન કરેલ હતા.

આરોપી પીયુષ મરણજનાર સાથે શરીર સબંધ બાંધવા જણાવતો ત્‍યારે આ કામના મરણજનાર પોતાને વૈષ્‍ણોદેવી ખાતે મન્નત છે મારી મન્નત પુરી થશે બાદ આપણે શરીર સબંધ બાધીશુ બાદ આરોપી પીયુષને શંકા જતા તપાસ કરતા કિન્નર હોવાનુ માલુમ પડેલ હતુ બાદ બન્ને વચ્‍ચે ઝઘડો થતા  આરોપી હૈદરાબાદથી પોતાના વતનમા જતા રહેલ હતા જ્‍યા પણ આ ચંદન તેનો પીછો કરી તેના ઘરે પહોચી ગયેલ તથા તેની સાથે જ રહેવાની જીદ કરી તેની સાથે ઝઘડો કરેલ તથા આરોપીના બહેનના લગ્ન પ્રસંગમાં પણ આરોપીની બહેન સાથે ઝધડો કરી મને ઘરમાં રહેવા દેશો તો જ આ લગ્ન થવા દઇશ તેમ કહી પરીવારના સભ્‍યો સાથે પણ ઝધડો કરેલ બાદમાં આરોપી પીયુષ રાજસ્‍થાનના ભીવંડી વિસ્‍તારના ધડા ગામ ખાતે જતો રહેલ અને ત્‍યા હાઇ રાઇઝ બીલ્‍ડીગોમા પ્‍લાસ્‍ટર માટેના ફોલ્‍ડીગ પાઇપ લગાવવાના કામમા લાગી ગયેલ હોય જેથી થોડા દિવસ બાદ ચંદન ત્‍યા પણ તેનો પીછો કરી પહોચી ગયેલ અને ત્‍યા પિયુષ સાથે ઝઘડો કરી તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇજા કરેલ પરંતુ મામલો વધુ ન બગડે અને નોકરી ગુમાવવી ન પડે તે માટે મરણજનારને પોતાની સાથે રહેવા દીધેલ પરંતુ આ સમય દરમિયાન પણ મરણજનાર સતત આરોપી સાથે મારામારી તથા ઝઘડા કરતો હોય જેથી એક દિવસ રાત્રે મરણજનાર સુતો હોય ત્‍યારે આરોપીએ તેના કપડા કાઢી વિડિયો બનાવી લઇ મરણજનાર ચંદન જાગતા તેને વિડિયો બતાવી કહેલ કે તુ તોસ્ત્રી નથી તેમ કહેતા ચંદન એકદમ ઉશ્‍કેરાઇ જઇ પીયુષનો મોબાઇલ હાથમાથી જુટવી લઇ તોડી નાખેલ અને પીયુષને માર મારેલ જેથી પિયુષ કોઇપણ રીતે રાજસ્‍થાનથી નીકળી ગયેલ અને તેનો નાનો ભાઇ સત્‍યમ ખરવાલ શાપર (વે.) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના પડવાલાના એક કારખાનામા કામ કરતો હોય તા-૦૪/૦૬/૨૦૨૬ ના રોજ કોઇ પણ વ્‍યક્‍તીને જાણ કર્યા વગર આવી ગયેલ પરંતુ આ ચંદને તેનુ સરનામુ કોઇ પણ રીતે મેળવી લઇ ગઇ તા-૨૧/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના સમયે પડવલા કારખાનામા આવી ઉપરની ઓરડીમા જ્‍યા પીયુષ આરામ કરતો હતો ત્‍યા આવી સીધી જ મારા મારી શરૂ કરી દેતા પિયુષે સામે મારામારી કરેલ અને આ ચંદનને અર્ધ બે-ભાન કરી તેને કારખાનેથી હાથ પકડી રેલ્‍વેના ટ્રેક પર લઇ પડવાલાથી શાપર બાજુ આવતા ટ્રેક પાસે આવાવરૂ જગ્‍યા પર એક ખાડામા પાડી દઇ તેના માથા પર તથા મોઢા ઉપર મોટા પથ્‍થરથી જીવ લેણ ઇજાઓ પહોચાડી મળત્‍યુ નિપજાવી તેની લાશ ઉપર પથ્‍થર મુકી ફરીથી કામ કરતો હતો તે જગ્‍યાયે પરત થઇ રાબેતા મુજબ કામે લાગી ગયેલ હતો.

 હત્‍યાનો ભોગ બનનાર ચંદનકુમાર તથા આરોપી પીયુષ બન્ને વચ્‍ચે સમલેંગીક સંબધો હોય અને મરણજનાર થી આરોપી પીછો છોડવવા માંગતો હોય પરંતુ મરણ જનાર છેલ્લા ત્રણ વર્ષથી આરોપી સાથે રહેવા સારૂ હૈદરાબાદ, ગાજીપુર (ઉતરપ્રદેશ), ભીંવડી (રાજસ્‍થાન) તથા શાપર, પડવલા (ગુજરાત) સુધી જયાં જયાં પણ આરોપી કામ કરવા માટે ગયેલ ત્‍યાં તેની પાછળ આવેલ હોય અને બન્ને વચ્‍ચે અવાર નવાર નાના મોટા ઝધડાઓ થતા હોય જેથી આ કામેના આરોપીને સારૂ નહી લાગતા અને મરણજનાર થી પીછો છોડવવા માટે આરોપીએ ઉશ્‍કેરાઇ જઇ વેરાવળ (શાપર),મસ્‍કત ફાટક પાસે રેલ્‍વે ટ્રેકની બાજુમાં દીવાલ પાસેના ખાડા માં લઇ જઇ માંથાના તથા કપાળના ભાગે તથા શરીરના અન્‍ય ભાંગોમાં પથ્‍થરોના ધા મારી જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયેલ હોવાનુ ખુલ્‍યુ હતું. આરોપી પિયુષકુમારને પોલીસે ધરપકડ કરી વધુ પૂછતાછ કરી છે.

આ કામગીરી શાપર વેરાવળ પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ આર.બી.રાણા તથા પો.સબ ઇન્‍સ.એસ.આર.પંડયા, તથા વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ.ક્રિપાલસિંહ રાણા, દીવ્‍યરાજસિંહ સરવૈયા તથા પો.હેડ કોન્‍સ.મહેન્‍દ્રભાઇ ધાધલ તથા દીનેશભાઇ ખાટરીયા, જગશીભાઇ ઝાલા,તથા પો કોન્‍સ.અલ્‍પેશભાઇ ડામસીયા તથા વિમલભાઇ વેકરીયા તથા  દીવ્‍યેશભાઇ શામળા તથા મનસુખભાઇ ચૌહાણ તથા રાજદીપસિંહ જાડેજા તથા લગ્‍ધીરસિંહ જાડેજા તથા ના.પો.અધિ. શ્રી કચેરી ગોંડલ ના પો કોન્‍સ છત્રપાલસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ છે.(

(2:56 PM IST)