News of Wednesday, 7th October 2026
‘મત બચાવો - દેશ બચાવો'ના સંદેશ સાથે રાજકોટ શહેર કોંગ્રેસની જનજાગૃતિ રેલીઃ વિરોધ પ્રદર્શન : જુઓ વિડીયો.

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા આજે ‘‘મત બચાવો - દેશ બચાવો'' ના સંદેશ સાથે આજે જનજાગળતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્સ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી બહુમાળી ભવન ચોક થઈ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો તથા પ્લેકાર્ડ સાથે ‘‘મત બચાવો - દેશ બચાવો''નો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. લોકશાહી અને મતાધિકારની સુરક્ષા અંગે નાગરિકોમાં જાગળતિ ફેલાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, પ્રદેશ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, હબીબભાઇ કટારીયા સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:38 PM IST)










