તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 22nd July 2026
કોઠારીયા રોડ પરની ન્યુ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનું ચૂસ્ત પાલન કરાવો : ૬ વિધર્મીને મકાનો વેચાયાની રજૂઆત : જુઓ વિડિયો
૩પ વર્ષ જૂની સોસાયટીને વહેલી તકે રેગ્યુલાઇઝ કરોઃ ર૦૦થી વધુ લોકો આવેદનમાં જોડાયા... : કલેકટરને આવેદન પાઠવાયું: અમૂક વકીલો-નોટરીઓ દ્વારા કાયદાના ઉલ્લંઘનના આક્ષેપો

રાજકોટ તા. રરઃ શહેરના વોર્ડ નંબર ૧૬ માં કોઠારીયા મેઈન રોડ પર આવેલી ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશો દ્વારા અશાંતધારાના કાયદાનું ચુસ્ત પાલન કરાવવા તેમજ સોસાયટીના સનદ અને રેગ્યુલાઇઝેશન મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સરકારના આદેશ અનુસાર વોર્ડ નં. ૧૬ના કોઠારીયા રોડ પરના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે. આમ છતાં, છેલ્લા કેટલાક સમયથી ન્યુ કેદારનાથ સોસાયટીમાં કેટલાક તત્વો દ્વારા આ કાયદાનો ભંગ કરીને વિધર્મીઓને મકાનોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો.
વધુમાં રહીશોએ જણાવ્યું હતું કે, જમીન-મકાનના એજન્ટો (દલાલો) દ્વારા સોસાયટીના રહીશોને ગેરમાર્ગે દોરીને મકાનોનું વેચાણ કરાવી દેવામાં આવે છે.ન્યુ કેદારનાથ સોસાયટી અને ન્યુ સાગર સોસાયટી વચ્ચે આવતા ૪૦ ફૂટ રોડ પર આશરે ૫ થી ૬ મકાનોનું આ રીતે વેચાણ થયેલ છે.અશાંતધારો લાગુ હોવા છતાં કેટલાક વકીલો અને નોટરીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને વિધર્મીઓને મકાન વેચાણના નોટરી કરાર કરી આપવામાં આવે છે. આવા વકીલો અને નોટરીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી, અશાંતધારાનો ભંગ કરતા કરારો ન કરવા અંગે કડક નોંધ લેવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.ન્યુ કેદારનાથ સોસાયટી આશરે ૩૫ વર્ષ જૂની છે. સોસાયટીની આજુબાજુની મોટાભાગની સોસાયટીઓની સનદો આવી ગયેલી હોય, આ ૩૫ વર્ષ જૂની સોસાયટીને પણ વહેલી તકે રેગ્યુલાઇઝ (નિયમિત) કરવામાં આવે તેવી અપીલ રહીશોએ કરી છે.
ભક્તિનગર પોલીસની કામગીરીને બિરદાવી રહીશોએ આવેદનમાં જણાવ્યું હતું કે આ અંગે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં ભક્તિનગર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.સમગ્ર ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશોએ માંગણી કરી હતી કે, કલેક્ટર આ બંને સંવેદનશીલ બાબતોમાં અંગત રસ દાખવી વહેલી તકે યોગ્ય અને કડક કાર્યવાહી કરે, તેવી વિનંતિ છે.
(2:41 PM IST)










