તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
રાજકોટમાં વીજતંત્રની ૬૦૦થી વધુ ટીમો ઉતરી પડીઃ મેગા ડીસ કનેકશન ડ્રાઇવ : જુઓ વિડીયો
સીટીમાં ૧ લાખ ૮૦ હજાર ગ્રાહકો બાકીદારો છેઃ પ હજારથી વધુ રકમના ગ્રાહકોના કનેકશન ધડાધડ કટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ૪ હજાર ટીમો દ્વારા દરોડાઃ એકલા રાજકોટમાં ૩૬ કરોડથી વધુ બાકીઃ સર્કલ ઇજનેર શ્રી વોરા મુળ ફીલ્ડમાં ઉતર્યા

રાજકોટ, તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વીજ તંત્ર દ્વારા બાકી રહેતા નાણા વસુલવા મેગા ડીસકનેકશન ડ્રાઇવ સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરાઇ છે. એકલા રાજકોટમાં જ અંદાજે ૬૦૦થી વધુ ટીમો ઉતારી દેવાઇ છે. રૂા. પાંચ હજાર અથવા તેથી વધુ નાણા વીજ બીલના બાકી હોય તેમના કનેકશનો સ્થળ ઉપર જ ઉડાડી દેવા કનેકશન કાપી નાંખવા આદેશો થયા છે.
રાજકોટમાં સીટી સર્કલના ચીફ ઇજનેર શ્રી વોરાના સુપરવીઝન હેઠળ રર સબ ડિવીઝનના વિસ્તારોમાં ૬૦૦ થી વધુ વીજ ટીમો મેગા ડીલ કનેકશન ડ્રાઇવ માટે ઉતારી દેવાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪ હજારથી વધુ ટીમો દ્વારા બાકી નાણા વસુલવા કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંગે કોર્પોરેટ ઓફિસના ફાયનાન્સ મેનેજર શ્રી મકલકાણી સુપરવીઝન કરી રહયા છે.
અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે એકલા રાજકોટમાં જ ૩૬ કરોડથી વધુની રકમ બાકી બોલે છે. રાજકોટમાં ૧ લાખ ૮૦ હજાર લોકોના વીજ બીલના નાણા બાકી બોલે છે. આ તમામ ઉપર ધોંસ બોલાવાઇ છે. એક ટીમ આખા દિવસ દરમ્યાન ૩૦ કનેકશનોના ગ્રાહકો પાસેથી નાણા વસુલવા અંગે કાર્યવાહી કરી રહી છે. ઉપરોકત બાકીદારો માંથી મોટા ભાગના પ હજાર કે તેથી વધુ રકમના બાકીદારો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે. સર્કલ ઇજનેર શ્રી વોરા ખુદ ફીલ્ડમાં ઉતર્યા છે.
(3:11 PM IST)










