તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 20th July 2026
હાસ્ય, થ્રિલ, સંબંધોની અનોખી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક : જુઓ વિડિયો
આગામી ૨૪ જુલાઇએ રજુ થવા જઇ રહી છે

આગામી ૨૪ જુલાઇએ રજુ થનાર ગુજરાતી ફિલ્મ ‘‘લાયક નાલાયક''ના કલાકારો અકિલાના આંગણે મહેમાન બન્યા હતા. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા અકિલા વેબ એડિશનના એડિટર અને અકિલાના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે અભિનેતા હિતેનકુમાર, હિતુ કનોડિયા, કથા પટેલ, સુનિલ વિસરાની ફિલ્મના પ્રોડયુસર રાજેશ પટેલ અને ફિલ્મ નિર્માણનું સપનું સેવનાર રજનીકાંતભાઇ પટેલ તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૨૦: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નવા વિજયો, નવી રજૂઆત અને આધુનિક ફિલ્મ મેકિંગને કારણે દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. પરિવાર પ્રધાન ફિલ્મોથી લઇને સામાજીક સંદેશ આપતી કૃતિઓ અને હવે કોમેડી થ્રિલરના નવા પ્રયોગો સુધી ગુજરાતી સિનેમા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજ પરંપરાને આગળ વધારતી આગામી ગુજરાતફી ફિલ્મ ‘‘લાયક નાલાયક'' દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહી છે. ફિલ્મના કલાકારો અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને ફિલ્મ વિશે વાતો કરી હતી.
ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતી ફિલ્મોના બે જાણીતા કલાકારો હિતેનકુમાર અને હિતુ કનોડીયાને એક સાથે આ ફિલ્મમાં જોવાનું તક દર્શકો માટે ખાસ બની રહેવાનું છે ત્યારે ફિલ્મમાં રોકી ધ ડોનનું પાત્ર ભજવતા હિતેનકુમારે જણાવેલ હતું કે ફિલ્મના નિર્માતા રાજેશભાઇએ તેમના પિતા રજનીકાંતભાઇનું ફિલ્મ બનાવવાનું સપનું પુર્ણ કર્યુ.
ફિલ્મ લાયક નાલાયકમાં હિતુ કનોડીયા અને હિતેનકુમાર ફિલ્મ વશ પછી એક સાથે લોકોને મનોરંજન પૂરૂ પાડવા આવી રહ્યા છે. આ ફિલ્મ કોમેડી થ્રિલર છે. હિતેનકુમારે જણાવ્યું હતું કે ફિલ્મ લાયક નાલાયક એક એવી ફિલ્મ છે જે સંપૂર્ણ પરિવાર સાથે માણી શકાય. ફિલ્મમાં વાર્તાના વળાંક અદભૂત રીતે રજૂ કરાયા છે.
જયારે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે અમારી વશ ફિલ્મ નેશનલ એવોર્ડ લઇને આવી હતી. જેને લઇ અમારી પાસે જે સર્જકો અને મેકર્સ આવ્યા તે એવી ફિલ્મો લાવતા હતા કે જે વિશ્વ કક્ષાએ લોકો સિનેમાને જોવે. એ વખતે અમે આવી ફિલ્મોથી કંઇક અલગ કરવા વિચારતા હતા. જેથી આ ફિલ્મ લાયક નાલાયકમાં મજાક મસ્તી અને એન્ટરટેનમેન્ટથી ભરપૂર અમે સાથે મળીને કરી. જેમ બોલિવુડની ફિલ્મો લોકાને ગમતી હોય છે તેમ ૩૩ કલાકારોના કાફલા સાથે આ ફિલ્મ બની છે.
ફિલ્મમાં હિતુ કનોડિયા, હિતેનકુમાર , ઓજસ રાવલ, કથા પટેલ ,અસ્મિત પટેલ, સ્મિતા ગોંડકર અને શેખર શૂકલા જેવા કલકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે . અનુભવી અને યુવા કલાકારોનું આ સંયોજન ફિલ્મોને વધુ મજબૂત બનાવે છે.
હિતેનકુમારે જણાવ્યું હતું કે આ ફિલ્મ લાયક નાલાયકની વાર્તા સામાન્ય લાગતી ઘટનાથી શરૂ થાય છે. પરંતુ ધીમે ધીમે તેમાં થ્રિલ, ગેરસમજો અને હાસ્યના અનેક વળાંકો ઉમેરાતા જાય છે. ફિલ્મમાં મારૂ પાત્ર એક રોકી ધ ડોનનું છે. આ ડોનને એક પ્રપોઝલ મળે છે કે ગામમાં એક મોકાની જગ્યા છે અને એ મોકાની જગ્યા ફિલ્મમાં રાહુલનું પાત્ર ભજવતા હિતુ કનોડિયાની હોય છે એ મેળવવા હું કારસો રચુ છું અને દરમિયાન હિતુ કનોડિયા ડોનની બહેનના પ્રેમમાં પડે છે અને લંડન ભાગી જાય છે. તેને શોધવા માટે હું લંડન પહોંચું છું અને પછી જે પ્રિસ્થિત સર્જાય છે ત્યાં ધમાચકડી મચે છે દરમિયાન ત્યાં ઓજસ રાવલ અને કિરણ આચાર્યનો ભેટો થાય છે કે જેઓ વકિલની ભૂમિકા ભજવી રહ્યા છે. એ જ રીતે સુનિલ વિસરાની કે જેઓએ લંડન પોપટનું પાત્ર ભજવ્યું છે. ટુંકમાં સિચ્યુએશનલ કોમેડીનું નિર્માણ થાય છે.
જયારે હિતુ કનોડિયાએ જણાવ્યુ઼ હતું કે ફિલ્મ જોઇને પે્રક્ષકોએ નકકી કરવાનું છે કે લાયક કોણ છે અને નાલાયક કોણ છે? પણ ફિલ્મમાં જે નાલાયક વ્યકિત નીકળે છે જે ડોનની બહેન જ હોય છે.
ફિલ્મના ટાઇટલ પાછળ ખાસ સંદેશ વિશે હિતેનકુમારે જણાવ્યું હતું કે આપણે દિવસમાં અનેકવાર લાયક નાલાયક શબ્દ વાપરતા હોય છે અમારે એવું ટાઇટલ જોતું હતું કે યુકેમાં બેઠેલા હોય તેમ પણ અને બોલવામાં પણ સરળ રહે અથવા આપણા ગામડાથી લઇને શહેરમાં નિયમિત બોલાતું હોય હવે ઓડિયન્સે નકકી કરવાનું છે કે હિતુકનોડિયા અને હિતેનકુમારમાંથી કોણ લાયક છે અને કોણ નાલાયક છે તે નકકી કરશે.
બંને કલાકારોએ જણાવ્યું હતું કે ઘણા વખતથી ગુજરાતી ફિલ્મોમાં ડાન્સ કે ગીતો નથી આવતા માત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝીક જ આવે છે ત્યારે આ ફિલ્મ થકી અમે ફરી એકવાર ડાન્સ અને ગીતોની ધમાલ લઇને આવ્યા છીએ.
અભિનેત્રી કથા પટેલે જણાવ્યું હતું કે લંડનમાં શૂટ દરમિયાન ત્યાંની પબ્લિકને લાગતું હતું કે કોઇ બોલવિુડની ફિલ્મ શૂટ થઇ રહી છે ત્યારે તેમને ગુજરાતી ફિલ્મનું કહેતા તેઓને પણ નવાઇ લાગતી. કથા પટેલ ફિલ્મમાં નિકિતાનું પાત્ર ભજવી રહ્યા છે. તે એક સ્માર્ટ છોકરી છે જેને ખ્યાલ છે કે તેના ભાઇ અને બોયફ્રેન્ડ બંનેની વિકનેસ નિકિતા છે અને ફિલ્મમાં જે ધમાલ ઉભી થાય છે તે કયાંક ને કયાંક નિકિતા સાથે જોડાયેલી છે.
આ એક માત્ર એવી ગુજરાતી ફિલ્મ છે કે જેનું ૯૮ ટકાથી વધુ શૂટિંગ લંડનમાં થયું છે અને યુકેના વિવિધ વિસ્તારો તેમાં દર્શાવાયા છે. સેન્ટ્રલ લંડનમાં શુટિંગ કરવું ખૂબ અઘરૂ રહ્યું હતું વાર્તાની જરૂરીયાત મુજબ યુકેના દરેક ખૂણાઓને આ ફિલ્મમાં આવરી લેવાયા છે.
ફિલ્મમાં લંડન પોપટ નામે પાત્ર ભજવતા જાણીતા કલાકાર સુનીલ વિસરાનીે જણાવ્યું હતેં કે ઘણા એવા લોકો હોય છે જે ગેરકાયદેસર રીતે વિદેશમાં લઇ જતા હોય છે અને એ જ એક કેરેકટર જે ગેરકાયદેસર રીતે લંડનમાં સેટ થયા હોય છે. તે બીજા લોકોને યુકેમાં લાવવા મદદ કરે છે અને આવું જ એક કેરેકટર લંડન પોપટ મેં ભજવ્યું છે. જે પૈસાની લાલચમાં કામ કરે છે.
ફિલ્મના પ્રોડયુસર રાજેશ પટેલે જણાવ્યું હુતં કે ફિલ્મ લાયક નાલાયક એક દમ જોરદાર બની છે ભરપૂર કોમેડી છે અને કંઇક લોકોન નવું મળશે તેનછી ગેરંટી છે જે આગામી ૨૪ તારીખે રજુ થવા જઇ રહી છે. તેને જરૂરથી વધાવી લેશો.
રજનીકાંતભાઇનું દિલીપકુમાર સાથે ફિલ્મ બનાવવાનું સપનું સાકાર ન થયું પણ....
ફિલ્મ લાયક નાલાયક જે આગામી ૨૪ જુલાઇએ સિનેમામાં રજુ થવા જઇ રહી છે. તે બનાવવાનું સપનું ફિલ્મના નિર્માતા રાજેશભાઇના પિતા રજનીકાંતભાઇનું હતું રજનીકાંતભાઇ હાલ ૮૧ વર્ષની ઉંમરે પણ સતત કાર્યશીલ છે. તેમણે જણાવ્યું હતું કે દિલીપકુમારની ફિલ્મ બનાવવા માટે મારે કામ કરવું હતું. મેં દિલીપકુમાર ઉપર રિસર્ચ કર્યુ છે. તેમના વેરિએશન, ડાયલોગની ઉંડાઇ , સેન્સ ઓફ હયુમર, ગ્રામર, લિટરેચર અને તેમનું ઉંડુ જ્ઞાન જે હતું તે અદભૂત હતું રજનીકાંતભાઇએ દિલીપકુમારની ફિલ્મનો એક ડાયલોગ સંભળાવી તેમના ફિલ્મો પ્રત્યેના દ્રષ્ટિકોણને રજુ કર્યો હતો. રજનીકાંતભાઇએ નડિયાદ આણંદથી શરૂઆત કરી મુંબઇ પહોંચ્યા અને દિલીપકુમાર સાથે ફિલ્મ બનાવવાનું નકકી કર્યુ હતું પણ કિસ્મતે સાથ ન આપ્યો તેઓ લંડન સ્થાયી થયા અને વર્ષોથી તેમનુે ફિલ્મ બનાવવાનું સપનું તેમના પુત્ર રાજેશભાઇ પટેલે સાકાર કર્યુ અન ફિલ્મ લાયક નાલાયકનું ફિલ્મનું નિમાર્ણ થયું.
પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ
ગુજરાતી ફિલ્મોની સૌથી મોટી વિશેષતા છે એ કે તે ખામોશ પરિવાર સાથે નિસંકોચ જોઇ શકાય છે ફિલ્મ લાયક નાલાયક પણ હાસ્ય, લાગણી, સસ્પેન્સ અને મનોરંજનનું એવું મિશ્રણ રજુ કરતી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. જે દરેક વયના દર્શકોને ગમશે. આજના સમયમાં પ્રાદેશિક સિનેમાની લોકપ્રિયતા સતત વધી રહી છે. ગુજરાતી ફિલ્મો હવે ગુજરાત પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ દેશવિદશેમાં વસતા ગુજરાતી દર્શકો સુધી પહોંચી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ લાયક નાલાયક જેવી ફિલ્મો ગુજરાતી સિનેમાને નવી ઉંભાઇએ લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ફિલ્મ લાયક નાલાયકના આ છે નાયકો
ફિલ્મ લાયક નાલાયકના નિર્માતા રાજેશ આર પટેલ છે જયારે સહ નિર્માતા જીજ્ઞેશ આર પટેલ ફિલ્મનું દિગ્દર્શન તન્મય સેન ગુપ્તાએ કર્યુ છે જયારે સંગીત બીપલાપદત એનું છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો હિતેનકુમાર અને હિતુ કનોડિયા, કથા પટેલ, ઓજસ રાવલ ,અસ્મિત પટેલ, સ્મિતા ગોંડલીયા શેખર શૂકલા, સુનિલ મિશ્રા, ગ્રીવા કંસારા સહિતના કલાકારો મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
ફિલ્મનું શુટિંગ લંડનમાં
ગુજરાતી ફિલ્મોમાં વિદેશી લોકેશનોનો ઉપયોગ વધી રહ્યો છે. લાયક નાલાયકનું શુટિંગ ગુજરાત ઉપરાંત લંનમાં પણ થયું છે. લંડનના અનેક લોકેશનોનો તેમાં સમાવેશ કરાયો છે.૨૦ દિવસના શુટિંગ દરમિયાન ફિલ્મમાં યુકેની પ્રખ્યાત જગ્યાઓ સહિતના લોકેશનો તેમાં જોવા મળશે સુંદર દ્રશ્યો આધુનિક ફિલ્માંકન અને આંતરરાષ્ટ્રિય માહોલ ફિલ્મને વધુ ભવ્ય બનાવે તેવી અપેક્ષા છે. આ પ્રકારનું પ્રોડકશન દર્શાવે છે કે ગુજરાતી સિનેમા તકની રીતે પણ વધુ સક્ષમ બની રહ્યું છે.
* સંપુર્ણ પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મઃ હિતેનકુમાર
* ફિલ્મમાં નિકિતાના પાત્ર સાથે ધમાલ જોડાયેલી છેઃ કથા પટેલ
* લંડન પોપટનું પાત્ર લોકોને મોજ કરાવશેઃ સુનિલ વિસરાની
* ફિલ્મમાં લાયક કોણ અને નાલાયક કોણ તે પ્રેક્ષકો જ નકકી કરેઃ હિતુ કનોડિયા
* ૩૩ કલાકારોનાં કાફલા સાથે બનેલી ફિલ્મ
(3:58 PM IST)










