તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
લક્ષ્મીનગર મેઇન રોડ પીજીવીસીએલ કચેરીના ગ્રાઉન્ડ ફલોરની ઓફિસમાં શોર્ટ સરકીટથી આગ ભભૂકી જુઓ વિડિયો

રાજકોટઃ શહેરના નાના મવા રોડ પર લક્ષ્મીનગરમાં આવેલી પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી એક ઓફિસમાં સવારે આગ ભભૂક્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી આગ કાબુમાં લીધી હતી. આગ એ.સી.માં શોર્ટ સરકિટ થવાને કારણે લાગી હોવાનું જણાવાયું હતું. આગથી દિવાલો, એ.સી., વાયરીંગમાં નુકસાની થઇ હતી. બનાવને પગલે કચેરીના સ્ટાફ, અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જો કે કોઇ મોટુ નુકસાન નહિ હોવાનું જાણવા મળ્યું છે. સવારે નવેક વાગ્યે ગ્રાઉન્ડ ફલોરની કોર્પોરેટ ઓફિસમાં આ બનાવ બન્યો હતો. આગની ઘટના અંગે દેવરાજભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જવાનોએ તુરત જ પહોંચીને આગ કાબુમાં લીધી હતી. કચેરી અને આગને કારણે થયેલી નુકસાનીના દ્રશ્યો જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:44 PM IST)










