News of Friday, 11th September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં કોર્પોરેટર દ્વારા માનદ વેતનમાં વધારાની માંગણીનો મામલો, રાજકોટના મેયર ડો. નેહલ શુક્લનું નિવેદન, શાસક પક્ષના 48 જેટલા કોર્પોરેટરો દ્વારા માનદ વેતનમાં વધારાની માંગણી કરવામાં આવી છે, કોર્પોરેટરોની માંગણીને પગલે સંગઠન મહામંત્રી તેમજ રાજકોટના પ્રભારી અનિરુદ્ધ દવે સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે, માનદ વેતનમાં વધારે મામલે પક્ષ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે તો સમગ્ર મામલો સરકાર તરફ લઈ જવામાં આવશે, માનદ વેતનમાં વધારો કરવો કે કેમ તેનો નિર્ણય શહેરી વિકાસ વિભાગ કરશે, હાલ રાજ્યના તમામ મહાનગરમાં તમામ કોર્પોરેટરોને એક સરખુ માનદ વેતન આપવામાં આવી રહ્યું છે, જેમાં પગાર પેટે 12 હજાર રૂપિયા, સ્ટેશનરી ખર્ચ 1500 રૂપિયા, મીટીંગ દીઠ મીટીંગ 500 રૂપિયા, માસિક ટેલિફોન ભથ્થું 1000 રૂપિયા. : જુઓ વિડીયો

(12:46 PM IST)










