<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

હરિહર ચોક ખુલ્લો મુકાયો : જુઓ વિડિયો

રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા RCC બોક્‍સ કલ્‍વર્ટનું મેયર ડો. નેહલ શુક્‍લના હસ્‍તે લોકાર્પણ : જૂના કલ્‍વર્ટને દૂર કરી નવું નિર્માણ, વરસાદી પાણીના નિકાલ સાથે વાહનવ્‍યવહારને મળશે રાહત

ડબલ ખુશી... ચોમેર રાહતઃ આજે મનપામાં ડબલ ખુશીનો માહોલ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના જન્મદિવસની ઉજવણી અને હરીહર ચોક બોકસ કલવર્ટનું લોકાર્પણ યોજાયું હતું. હરીહર ચોક ખાતે મેયર નેહલભાઇ શુકલઍ શ્રીફળ વધેરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. ઉપરાંત નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમિતે ઉપસ્થિત આગેવાનોઍ ઍક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, પુર્વ કોર્પોરેટર મનીષભાઇ રાડીયા સહિતના આગેવાનો-કાર્યકરો હાજર રહયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૭ : શહેરના વોર્ડ નં. ૨માં હરિહર ચોક ખાતે રૂા. ૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ RCC બોક્‍સ કલ્‍વર્ટ આખરે એક વર્ષ બાદ શહેરીજનો માટે ખુલ્લો મુકાયો છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અને ‘વિકસિત ભારત-૨૦૪૭' સેવા સંકલ્‍પ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા આ બોક્‍સ કલ્‍વર્ટનું મેયર ડો. નેહલ શુક્‍લના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

હરિહર ચોક વિસ્‍તારમાં જૂનું કલ્‍વર્ટ દૂર કરીને નવું ય્‍ઘ્‍ઘ્‍ બોક્‍સ કલ્‍વર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને કારણે લાંબા સમયથી સ્‍થાનિક વાહનવ્‍યવહારને અસર થતી હતી. હવે અંદાજે એક વર્ષના સમયગાળા બાદ બોક્‍સ કલ્‍વર્ટ ખુલ્લો મુકાતા સ્‍થાનિક રહેવાસીઓ તેમજ અહીંથી રોજિંદી અવરજવર કરતા વાહનચાલકોને રાહત મળશે.

મનપાની માહિતી અનુસાર નવા બોક્‍સ કલ્‍વર્ટની લંબાઈ ૧૪.૫૦ મીટર, પહોળાઈ ૧૭ મીટર અને ઊંચાઈ ૩ મીટર છે. રૂ. ૨.૨૦ કરોડના આ કામમાં હરિહર ચોક ખાતે આવેલા જૂના કલ્‍વર્ટને દૂર કરી નવું RCC બોક્‍સ કલ્‍વર્ટ બનાવવા ઉપરાંત અન્‍ય કલ્‍વર્ટના રિપેરિંગની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

હરિહર ચોક શહેરના વ્‍યસ્‍ત વિસ્‍તારો પૈકીનો એક હોવાથી અહીં માર્ગ વ્‍યવસ્‍થા અને વરસાદી પાણીના નિકાલની સુવિધા મહત્‍વની છે. જૂના કલ્‍વર્ટના સ્‍થાને વધુ ક્ષમતાવાળું નવું બોક્‍સ કલ્‍વર્ટ બનવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં મદદરૂપ થવા ઉપરાંત રસ્‍તા પરની અવરજવર પણ વધુ સુગમ બનશે તેમ મનપાનું કહેવું છે.

ખાસ કરીને બોક્‍સ કલ્‍વર્ટની કામગીરી ચાલતી હોવાના કારણે સ્‍થાનિક લોકોને છેલ્લા લાંબા સમયથી અવરજવરમાં મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હતો. વૈકલ્‍પિક માર્ગોનો ઉપયોગ કરવો પડતો હોવાથી વાહનચાલકોને સમય અને અંતરની દૃષ્ટિએ પણ મુશ્‍કેલી થતી હતી. હવે કલ્‍વર્ટનું લોકાર્પણ થતાં આ વિસ્‍તારમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા પૂર્વવત્‌ થવાની સાથે આસપાસના રહેણાક અને વ્‍યવસાયિક વિસ્‍તારોના લોકોને સીધો લાભ મળશે.

મોદીના જન્‍મદિને વિકાસકાર્યોની શ્રેણી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સેવા સંકલ્‍પ અભિયાન' અંતર્ગત શહેરમાં વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્‍યા છે. તેમાં હરિહર ચોકના બોક્‍સ કલ્‍વર્ટના લોકાર્પણનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

એક વર્ષ બાદ કલ્‍વર્ટ ખુલ્લો મુકાયો હોવાથી હવે સ્‍થાનિક નાગરિકોની નજર ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને રોજિંદા ટ્રાફિકની સમસ્‍યામાં આ નવા કલ્‍વર્ટથી કેટલો સુધારો થાય છે તેના પર રહેશે.

હવે કોઇ જવાબદારીમાંથી બચી નહી શકે : સંપુર્ણ માહિતી દર્શાવતુ બોર્ડ મુકવાનો પ્રારંભ
આજથી હરીહર ચોક ઉપર વાહન વ્યવહાર ફરી ધમધમતો થયો છે. શાસકો દ્વારા વિકાસકામ અંગે બોર્ડ મુકવાનો પ્રસ્તાવ જનરલ બોર્ડમાં પસાર થયા બાદ હરીહર ચોકથી કામની તમામ વિગતો, ઍજન્સીનું નામ, જવાબદારી, ફરીયાદ નંબર સહીતનું બોર્ડ મુકવામાં આવ્યું છે. જે તસ્વીરમાં જાઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૧૧)

(3:08 PM IST)