<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ગુજરાત યોગ બોર્ડ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે જેની માહિતી આપવા અંગે મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લના અધ્‍યક્ષ સ્‍થાને પદાધિકારીશ્રીઓ અને મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસમિટ યોજાઇ: જુઓ વિડિયો

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીને એક દિવસીય કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખી, વર્ષના તમામ ૩૬૫ દિવસ નાગરિકોના આરોગ્‍ય અને સુખાકારી માટે યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાના ભાગરૂપે આ અભૂતપૂર્વ પહેલ અંતર્ગત રાજકોટને ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ગુજરાત યોગ બોર્ડ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી  માટે યોજાયેલી પત્રકાર પરીષદમાં મેયર ડો. નેહલ શુક્‍લ ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાએ માહીતી આપી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:40 PM IST)