News of Wednesday, 11th November 2026
ખોખડદળ કાંઠેથી થોરાળા પોલીસે અકી અને સગીરાને દેશી દારૂના જથ્થા સાથે પકડી

રાજકોટઃ ખોખડદળ નદી કાંઠેથી થોરાળા પોલીસે એક મહિલા અને એક સગીરાને દેશી દારૂ સાથે પકડી લીધી હતી. થોરાળા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. વિક્રમભાઇ લોખીલ, એચ. ડી. પરમાર સહિતના સ્ટાફે ખોખડદળ કાંઠેથી જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૦ની અકીબેન જીજ્ઞેશ દલસાણીયા અને તેની સાથેની એક સગીરાને રૂા. ૨૦૦૦ના દસ લિટર દારૂ સાથે પકડી હતી. સાંજનો સમય હોઇ પોલીસે મહિલાની અટકાયત બાકી રાખી અન્ય કાર્યવાહી કરી હતી.
(12:17 PM IST)










