<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

હૃદય બેસી જવાથી અકબરભાઇ, રમેશમાઇ, બાબુભાઇના મૃત્‍યુ

રૈયા રોડ સુભાષનગર, આજી વસાહત અને નવાગામમાં રહેતાં પરિવારોમાં શોક

 

રાજકોટ તા. ૩૦: રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતાં અકબરભાઇ બોદુભાઇ વસા (ઉ.વ.૪૪) ઘરે ચક્કર આવ્‍યા બાદ બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

અકબરભાઇ સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં આજી વસાહત ખોડીયારનગરમાં રહેતાં રમેશભાઇ પાંચાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૩) ઘરે ચક્કર આવતાં પડી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. તેઓ છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. આ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં નવાગામ નકલંક ધામ બી-૧૦માં રહેતાં બાબુભાઇ શામજીભાઇ સોલંકી (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક બે દિકરા અને બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.

રોહિત ચોૈહાણનું બેભાન હાલતમાં મૃત્‍યુ

ચોથા બનાવમાં આજી વસાહત આંબેડકરનગર-૪માં રહેતો રોહિતભાઇ હરેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેને ટીબીની બિમારી હતી. તે પરિવારનો એકનો એક પુત્ર હતો. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:54 PM IST)