News of Thursday, 8th October 2026
ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર દમણનો આકાશ ગીલાણી ઝડપાયો
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ.ચાવડાની રાહબરીમાં કામગીરીઃ હેડ કોન્સ. કરણભાઇ કોઠીવાર, કોન્સ. અરવિંદભાઇ ફતેપરા અને પોપટભાઇ ગમારાની બાતમી

રાજકોટ, તા., ૮ : શહેરના માલવીયા નગર પોલીસ મથકના ચોરીના ગુન્હામાં એક વર્ષથી ફરાર દમણના આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ માલવીયાનગર પોલીસને સોંપવા કવાયત શરૂ કરી છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસપી બી.બી.બસીયાની સુચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હેડ કોન્સ. કરણભાઇ કોઠીવાર અને કોન્સ. અરવિંદભાઇ ફતેપરા, પોપટભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે માલવીયાનગર પોલીસ મથકમાં દાખલ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીઆકાશ અનીલભાઇ ગીલાણી (ઉ.વ.૨૪) રહે નાનીદમણ, ગોકુલધામ સોસાયટી, ખારીવાડ, દમણ)ને ઝડપી લઇ માલવીયાનગર પોલીસને સોપવા કવાયત શરૂ કરી છે.
આરોપી અગાઉ વાપી, સુરતના સલાબતપુરા અને વલસાડના પારડી પોલીસ મથકમાં દારૂ સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એસ. ચાવડા, શ્રી એમ. એલ.ડામોર, શ્રી સી.એચ. જાદવ સાહેર તથા પોલીસ સબ ઇન્સ. ડી.પી. ઝાલા તથા એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, પો. હેડ કોન્સ કરણભાઇ કોઠીવાળ, રાજદીપભાઇ પટગીર, અમિતભાઇ ટુંડીયા, પુષ્પરાજસિંહ ગોહીલ તથા પો. કોન્સ. અરવિંદકુમાર ફતેપરા, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઇ ગમારા, રઘુવીરસિંહ જાડેજા એ કરી હતી.
(3:40 PM IST)










