તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Thursday, 7th May 2026
આઇશ્રી ખોડીયાર મંદિર સેવકગણ પરિવાર દ્વારા રવિવારે ૫ દીકરીઓના સમુહ લગ્ન
કરીયાવરમાં ૨૦૦થી વધુ વસ્તુઓ અપાશેઃ ૧૯મીએ રક્તદાન કેમ્પ

રાજકોટઃ આઇશ્રી ખોડીયાર મંદિર (૧૦-કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ) દ્વારા માતાજીના સાનીધ્યમાં પ દીકરીઓના ૩૨માં સર્વજ્ઞાતી સમુહ લગ્નમહોત્સવનું આયોજન કરેલ છે. તેમાં નવવધુને ૨૦૦ થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ આયોજન તા.૧૦ રવિવારના સાંજે ૪:૩૦ વાગ્યે રાખેલ છે.૧૫૦૦ લોકો ભોજન પ્રસાદનો લાભ લેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત તા.૧૯ના સાંજે ૫ થી ૮ કલાકે નાથાણી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.
આયોજનને સફળ બનાવવા ભુવાશ્રી પરસોતમભાઇ એન. દોંગાના માર્ગદર્શન હેઠળ આઇશ્રી ખોડીયાર મંદિરના સેવકગણ પરીવારના કુ.ગોપી પી.દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, દામજીભાઇ વેકરીયા, અશ્વિનભાઇ રામાણી, કિશોરભાઇ લીંબાસીયા, મોહનભાઇ ગોહેલ, સુરેશભાઇ કોટડીયા, જીતુભાઇ લીંબાસીયા, ગોબરભાઇ દોંગા, ધીરૂભાઇ દોંગા, રમેશભાઇ દોંગા,સુરેશભાઇ દોંગા, નાથાભાઇ ટીંબડીયા, ચંદુભાઇ ચાંદીવાળા, હિતેષભાઇ આસોદરીયા, મુકેશભાઇ વસોયા,હરેશભાઇ આહુજા, સમીરભાઇ કાપડીયા, જીજ્ઞેશભાઇ ટીંબડીયા, આકાશ પી.દોંગા, મહેન્દ્રભાઇ કોઠારી, હરેશભાઇ મોણપરા, અલ્પેશભાઇ ભંડેરી, મોૈલીકભાઇ રવાણી, જયસુખભાઇ પટોળીયા,જયભાઇ પટેલ, રાજુભાઇ દોંગા, પ્રતિકભાઇ મોણપરા, ભાર્ગવભાઇ કે. પટેલ, પ્રતિક એ. રામાણી, કમદેશભાઇ દોંગા, મહેશભાઇ દોંગા, પીયુષભાઇ લાવડીયા, આશીષભાઇ વેકરીયા તેમજ કેદારનાથ યુવા ગૃપ અને નામી અનામી સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે. વિજયભાઇ બી. જાદવ, મહેશભાઇ એમ. ડોડીયા, નિરવ જે. પાટડીયા, નિતેષ એસ.બદ્રકીયા.
સ્થળઃ લકકીરાજ પાર્ટીપ્લોટ, ભાવનગર હાઇવે, આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે, રાજકોટ.
(3:14 PM IST)










