તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
હેમુ ગઢવી હોલમાં ફરી એરકન્ડીશન ધમધમતું થયું: તમામ સુવિધા ઉપલબ્ધ

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનું શ્રેષ્ઠ ઓડિટોરિયમ હેમુ ગઢવી નાટયગૃહ છે. યુવક અને સાંસ્કૃતિક બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત અને સરગમ ક્લબ દ્વારા સંચાલિત આ નાટયગૃહમાં વરસોથી અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરંતુ આ નાટયગૃહમાં એ.સી.બંધ હોવાની અફવાઓ ચાલી રહી છે જેમાં કોઈ વજૂદ નથી. આ નાટયગૃહમાં વરસોથી કાર્યક્રમનું આયોજન કરી રહેલા આયોજકો દ્વારા જણાવાયું છે કે હાલમાં એ.સી. સહિતની બધી જ સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ છે. હાલના મેનેજમેન્ટને લઈને કોઈ જ પ્રકારની ફરિયાદ નથી. આ ઓડિટોરિયમ ખાતે ઘણા લાંબા સમયથી કાર્યક્રમોનું આયોજન કરી રહેલા સર્વશ્રી પરેશ પોપટ, નિર્લોક પરકાર, દિનેશ બાલાસરા, નયન ભટ્ટ, ગૌતમ દવે, નિકુંજ દવે વગેરે આયોજકોએ સંયુક્ત અખબારી નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હેમુ ગઢવી હોલમાં એસી સહિતની બધી જ સુવિધાઓ પૂર્વવત ચાલુ જ છે અને પ્રેક્ષકો કોઈપણ મુંઝવણ વિના હેમુ ગઢવી હોલના સુંદર એન્વાયર્મેન્ટમાં કાર્યક્રમની મોજ માણવા જરૂર આવો
(4:52 PM IST)










