<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

આહીર સમાજ રાજકોટ દ્વારા રવિવારે સ્‍નેહમિલન

શિક્ષણ, સામાજિક જાગળતિ અને સમાજલક્ષી પ્રોજેક્‍ટ અંગે થશે વિચાર વિમર્શ : આહીર જ્ઞાતિજનોને સહપરિવાર નિમંત્રણ

રાજકોટ તા.૨૭ : આહીર સમાજ રાજકોટ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૩ તથા નૂતન વર્ષના આગમન નિમિત્તે સમાજમાં એકતા, સંગઠન, ભાઈચારો અને સામાજિક જાગળતિની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉમદા આશયથી સ્‍નેહમિલન સમારોહ-૨૦૨૬નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આહીર સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આગામી તા. ૨૯ ના રવિવારે સાંજે ૫.૩૦ કલાકે રાજકોટના મવડી-પાળ રોડ, વગડ ચોકડી પાસે, સરદાર રેસ્‍ટોરન્‍ટની બાજુમાં આવેલા ક્રિષ્‍ના પાર્ટી પ્‍લોટ-૧ ખાતે આ સ્‍નેહ મિલન મળશે. જેમાં નવા વર્ષની શુભેચ્‍છાઓની આપ-લે સાથે સમાજના સર્વાગી વિકાસ માટે વિચારવિમર્શ કરાશે.

કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણ ક્ષેત્રે વધુ જાગળતિ આવે, યુવા પેઢી શિક્ષણ અને પ્રગતિ તરફ પ્રેરાય, સમાજના રીતિ-રિવાજો અને સંસ્‍કળતિનું જતન થાય તથા સમાજમાં ઉત્તમ પરંપરાઓ પ્રસ્‍થાપિત થાય તેવા વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આ ઉપરાંત સમાજના વર્તમાન અને ભવિષ્‍યના વિકાસને ધ્‍યાનમાં રાખીને સમાજને ઉપયોગી થઈ શકે તેવા વિવિધ પ્રોજેક્‍ટ અંગે પણ વિચારો રજૂ કરવામાં આવશે. સમાજના હિતમાં સામૂહિક રીતે સારા કાર્યોનું આયોજન થઈ શકે તે દિશામાં પણ વિચારણા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સમાજના તમામ જ્ઞાતિબંધુઓને સહપરિવાર ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. સમારોહના અંતે સ્‍વરુચિ ભોજનની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે.આહીર સમાજ રાજકોટ દ્વારા તમામ સમાજજનોને મોટી સંખ્‍યામાં સહપરિવાર ઉપસ્‍થિત રહી આ તોહમિલન સમારોહને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચંદુભાઇ મિયાત્રા, સામતભાઇ બોરખતરીયા, કિરીટભાઇ મૈયડ, મનસુખભાઇ બાળા, ચંદ્રેશભાઇ પરડવા, મહેશભાઇ ઢોલા, કરશનભાઇ મેતા, કેસુરભાઇ વારોતરીયા એડવોકેટ, શૈલેષભાઇ ખાંભરા, અજીતભાઇ લોખીલ, રમેશભાઇ રાવલીયા, અજયભાઇ લોખીલ, પ્રવિણભાઇ ગરચર, જયેશભાઇ કુંભરવાડીયા, જેઠસુરભાઇ ગુજરીયા, ભરતભાઇ કાનગડ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:35 PM IST)