News of Saturday, 7th November 2026
કેવલમ સોસાયટી સામે : આર.એમ.સી. આવાસ યોજનાના ક્વાર્ટરમાં દરોડો, ભોંયરામાંથી ૭.૯૫ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો : જુઓ વિડિયો
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી રાધિકા ભારાઈની સૂચનાથી યુનિવર્સિટી પીઆઇ કે.કે. ગોહિલ, પીએસઆઈ એસ.એન. શ્યોરા, એએસઆઈ જગમલભાઈ અને ટીમનો દરોડો: બે દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ: દિવાળીના તહેવાર અનુસંધાને મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ડી-સ્ટાફના આ દરમિયાન ડી-સ્ટાફના પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ કાળુભા જાડેજા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ ટેમભા જાડેજાને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે કેવલમ સોસાયટી સામે આવેલા આર.એમ.સી. આવાસ યોજનાના ક્વાર્ટરના ભોંયરામાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી ધોરણસરની કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી આફતાબ હમીદખાન પઠાણ (રહે. જોકીયા કુવા પાસે, જેલ પાછળ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર), આદિના ઇકબાલભાઈ મકરાણી (રહે. વાવડી રોડ, કે.જી.એમ.પાર્ક, મોરબી), મુસ્તુફા ઇમ્તીયાજભાઈ મિર્જા (રહે. રામનાથ પરા શેરી નં.૧૪, શિવ સ્કુલની બાજુમાં, રાજકોટ) અને રોહન રમેશભાઈ ટમટા (રહે. કે.કે.વી. હોલ સામે, જી.ટી.શેઠ સ્કુલની સામે, પલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, રાજકોટ) નામના ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.
પોલીસ કામગીરી દરમિયાન કુલ રૂ. ૭,૯૫,૮૨૦ની કિંમતની વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો બેગપાઈપર, પાર્ટી સ્પેશિયલ, ઓલ સિઝન્સ, રોયલ ચેલેન્જ, 8PM સ્પેશિયલ, મેજિક મોમેન્ટ્સ, ગ્લોબસ ગ્રીન કબ્જે કરવામાં આવી છે. આ ઉપરાંત રૂ. ૫,૦૦,૦૦૦ની કિંમતની સિલ્વર મારુતિ સ્વિફ્ટ ગાડી GJ/03/MB/0085, રૂ. ૮૦,૦૦૦ની સફેદ કલરની એક્ટિવા GJ/03/PQ 1420, રૂ. ૭૦,૦૦૦ની કાળી સુઝુકી એક્સેસ GJ/03/QB 0366, રૂ. ૭૫,૦૦૦ની સફેદ ટીવીએસ જ્યુપિટર (નંબર પ્લેટ વગર) તેમજ કુલ ૬ નંગ વિવિધ કંપનીના મોબાઈલ ફોન મળીને રૂ. ૧૫,૫૦,૮૨૦ નો કુલ મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ સમગ્ર કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતસ્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ રાકેશ દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઈની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ. એસ.એન.શ્યોરા, એ.એસ.આઈ. જગમાલભાઈ નાજાભાઈ ખરાણા, જયંતીભાઈ રવજીભાઈ રાઠોડ, પો.હેડ.કોન્સ. પ્રતાપસિંહ દાદભા મોયા, દિવ્યરાજસિંહ કાળુભા જાડેજા, દિવ્યરાજસિંહ સાવજુભા જાડેજા, પો.કોન્સ. કૃષ્ણસિંહ સુજાનસિંહ ગોહીલ, પ્રવિણભાઈ જીવાભાઈ જતાપરા, દિવ્યરાજસિંહ ટેમભા જાડેજા તથા પ્રાદિત્યસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.
(4:40 PM IST)










