<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

જીત્‍યા બાદ પગારના ૫૦% ગરીબ બાળકોના શિક્ષણ માટે વાપરશે

વોર્ડ નં. ૩ના અપક્ષ ઉમેદવાર અનિલ બસરાણીએ મતદારોને આપ્‍યું વચન :

રાજકોટ : રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે વોર્ડ નંબર ૩ માં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અનિલ મનોહરલાલ બસરાણીએ મતદારોમાં ભારે આકર્ષણ જગાવ્‍યું છે. એક સામાન્‍ય વર્ગમાંથી આવતા અને ઉર્જાવાન યુવા ઉમેદવાર તરીકે અનિલભાઈએ ‘દુરબીન'ના નિશાન સાથે પોતાની પ્રચાર ઝુંબેશ તેજ કરી છે.

અનિલભાઈ બસરાણી (મો. ૯૦૬૭૪રપ૦૦૬)એ જણાવ્‍યું છે કે જો તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવશે, તો વિસ્‍તારની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્‍ય આપશે. તેમણે પાંચ મુખ્‍ય મુદ્દાઓ પર ભાર મૂકતા કહ્યું છે કે, પોપટપરાના નાલામાં દર વર્ષે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તેઓ કાયમી ઉકેલ લાવશે. આ ઉપરાંત, વોર્ડમાં ગંદકીના ઢેર દૂર કરી સ્‍વચ્‍છતા જાળવવી, રોડ-રસ્‍તા સુધારવા અને જ્‍યાં સ્‍ટ્રીટ લાઈટની જરૂર છે ત્‍યાં નવી લાઈટો લગાડવાની તેમણે ખાતરી આપી છે.

જો જનતા તેમને વિજયી બનાવશે તો તેઓ કોર્પોરેટર તરીકે મળતા પગારના ૫૦% રકર્મં એવા ગરીબ બાળકો માટે વાપરશે જેમને આરટીઇ (રાઈટ ટુ એજ્‍યુકેશન) હેઠળ પ્રવેશ મળી શકયો નથી.

(3:53 PM IST)