<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ત્રણ દાયકા બાદ રહેવર સ્‍કૂલના વિદ્યાર્થીને ૧૦૦માંથી ૧૦૦ માર્ક : પ્રિયાંશી બાબરીયા ટોપર બની

સ્‍ટેટેટીક્‍સ અને એકાઉન્‍ટના વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવ્‍યા : પરિવાર ઉપર અભિનંદનવર્ષા

 

રાજકોટ : તાજેતરમાં જાહેર થયેલ બોર્ડની ધો. ૧ર સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં રહેવર સ્‍કુલની વિદ્યાર્થીનીએ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. ઉચ્‍ચ ગુણાંકન સાથે સફળ વિદ્યાર્થીની પ્રિયાંશીબહેન બાબરીયાએ ધો. ૧રમાં કોમર્સના મુખ્‍ય વિષયો નામુ અને આંકડાશાષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.

શ્રી રહેવર શાળાના ટ્રસ્‍ટી તથા સંચાલક રઘુવીરસિંહ રહેવર સંસ્‍થાનો પરિચય આપતા જણાવે છે કે, રહેવર સ્‍કુલની સફર ૧૧મી મે ૧૯૯૧ માં થઇ હતી. એક ગૃપ ટયુશનના પ્રથમ સોપાન દ્વારા આ શાળાનું અસ્‍તિત્‍વ મજબુત બન્‍યું. આલ્‍ફા પ્‍લસના પ્રોફેશનલ કલાસીસ થકી રહેવર સ્‍કુલના પાયા વધુ મજબુત બન્‍યા. સમય જતાં આ જ્ઞાન સાગરની વિસ્‍તરતી ક્ષિતિજોને પાર પાડવા વર્ષ ર૦૧૦માં શ્રી કે.એન. રહેવર હાયર સેકન્‍ડરી સ્‍કુલનું નિર્માણ થયું અને વર્ષ ર૦૧૧માં શ્રી કે.એન. રહેવર માધ્‍યમિક શાળા ધો. ૮, ૯ અને ૧૦ નો પ્રારંભ કરી વટવૃક્ષ સમ શાળાઓ વિસ્‍તરતી ગઇ.

આજે રહેવર સ્‍કુલમાં નિયમિત પ્રાર્થના ઉપરાંત, યોગાભ્‍યાસ, વ્‍યાયામ, રમત-ગમત, આદ્યાત્‍મિકતાનું શિક્ષણ, શાળા પ્રવેશોત્‍સવ, શૈક્ષણિક સેમિનાર, શૈક્ષણિક પ્રવાસ, વિજ્ઞાન મેળો, વિવિધ તાલીમ કેન્‍દ્રોની મુલાકાત, રાષ્‍ટ્રી પર્વની ઉેજવણી, વિવિધ વિષયના તજજ્ઞોની મુલાકાત વિ. પ્રવૃતિઓ થઇ રહી હોવાનું જણાવાયું છે.

પ્રિયાંશી બાબરીયાએ જવલંત સિદ્ધિ મેળવતા સંસ્‍થાના સંસ્‍થાપકો અને સંચાલકો રઘુવીરસિંહ રહેવર ૯૮ર૪ર૩૦૩૩૮, જયરાજસિંહ રહેવર ૯૭૭૩૪૬ર૯ર૩ સહિતનાએ શુભેચ્‍છા પાઠવી છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:41 PM IST)