<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજકોટ કલેક્ટરના કડક આદેશ બાદ સ્ટેટ હાઈવે પર ડિવાઈડર તોડનારા તત્વો સામે પ્રથમ ગુનો નોંધાયો

જસદણ નજીક બળધોયથી જંગવડ ધાર તરફના સ્ટેટ હાઈવે પર અજાણ્યા શખ્સે કટ મારીને ડિવાઈડર તોડી નાખ્યું હતું

રાજકોટ કલેક્ટરના કડક આદેશ બાદ સ્ટેટ હાઈવે પર ગેરકાયદેસર રીતે ડિવાઈડર તોડનારા તત્વો સામે પ્રથમ ગુનો નોંધાયો. જસદણ નજીક બળધોયથી જંગવડ ધાર તરફના સ્ટેટ હાઈવે પર અજાણ્યા શખ્સે કટ મારીને ડિવાઈડર તોડી નાખ્યું હતું. આ કૃત્યથી વાહનચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય ઊભો થવાની સાથે સરકારી મિલકતને મોટું નુકસાન થયું હતું. રોડ સેફ્ટી અને દેખભાળ અંતર્ગત માર્ગ મકાન વિભાગના ઇજનેરે આ બાબતે સરકારી પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ અજાણ્યા શખ્સ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી, જેના પગલે રાજકોટ-ભાવનગર અને ગોંડલ-આટકોટ હાઈવે પર તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું 

(7:28 PM IST)