તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
JEE Main બાદ ધો.૧૨ સાયન્સ, કોમર્સ તથા આર્ટસમાં પણ મોદી સ્કૂલનો દબદબો
ધો ૧૨ સાયન્સ, કોમર્સ તથા આટર્સમાં બોર્ડ પ્રથમ ૯૯.૯૯ પીઆર સાથે ૪ વિદ્યાર્થીઓઃ ધો.૧૨ સાયન્સ, કોમર્સ તથા આટર્સમાં બોર્ડ ટોપ-૧૦માં ૩૭ વિધાર્થીઓ, ધો.૧૨ સાયન્સ, કોમર્સ તથા આર્ટ્સમાં A1 ગ્રેડમાં ૧૬૮ વિધાર્થીઓ

રાજકોટ, તા. ૪ : ગઇકાલે જાહેર થયેલ ધો ૧૨ સાયન્સના પરિણામમાં મોદી સ્કૂલનું પરીણામ શ્રેષ્ઠ રહ્યું છે. ધો ૧૨ સાયન્સ ગુજરાત બોર્ડના જાહેર થયેલ પરિણામમાં શિક્ષક પિતાના સંતાન ડાંગર શૈલેષ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ રહ્યા છે તેઓએ ગુજકેટમાં પણ ૯૯.૯૮ પીઆર મેળવેલ છે. ઉપરાંત ડૉક્ટર પિતાના સંતાન એવા મીહીર પટેલ એ ગુજકેટમા ૧૨૦/૧૨૦ ગુણ મેળવી ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. શાળા વિધાર્થી રીશીત વાઘેલા એ ગુજકેટ મા ૧૨૦/૧૨૦ ગુણ મેળવી ૯૯.૯૯ પીઆર મેળવેલ છે.
આમ શાળા ના ૩-૩ વિધાર્થીઓ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ પણ રહ્યા છે. આ ઉપરાંત શાળાના બોર્ડ ટોપ ટેનમાં ૨૬ વિધાર્થીઓ, A1 ગ્રેડ માં ૬૭ વિધાર્થીઓ જે સૌરાષ્ટ્રકચ્છ માં સૌથી વધુ છે. આ પરિણામે ફરી સાબિત કર્યુ છે કે માત્ર JEE-NEET જ નહીં પરંતુ બોર્ડ તથા GUJCET ના પરિણામોમાં પણ મોદી સ્કૂલ ટોચ પર રહી છે. જે શાળાના સાયન્સના પરિણામોની ભવ્યતા દર્શાવે છે.
ધો. ૧૨ કોમર્સના રિઝલ્ટમાં બોર્ડ ટોપ ટેનમાં ૧૧ વિધાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ 1st રૂચી શૈલેષભાઈ ધોકિયાએ સ્થાન મેળવેલ તેમજ ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડ 3rd અર્પીતાબા અજીતસિંહ ચુડાસમા, ૯૯.૯૬ પીઆર સાથે બોર્ડ 4th વૈશ્વી સંદીપ ગુપ્તા, ૯૯.૯૫ પીઆર સાથે બોર્ડ 5th વિધિ કેતન વાલંભિયા, ૯૯.૯૪ પીઆરસાથે બોર્ડ 6th મયુરી દિનેશભાઈ મારૂ, ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડ 7th રોનક ભાવેશભાઈ બોરિયા તથા પૂનમ પારસભાઈ મેવાડા, ૯૯.૯૨પીઆર સાથે બોર્ડ 8th હર્ષિલ મધુભાઇ કટારીયા (આર્ટ્સ), ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડ 9th સન્ના આરીફભાઈ શૈખ, વૃંદા સતીશભાઈ ગોરી તથા જાડેજા જાનવીબા સુધીરસિંહએ સ્થાન મેળવેલ છે. તે જ રીતે વિષય પ્રથમ ૧૦૦/૧૦૦ માર્કસ મેળવનાર ૮૦ વિધાર્થીઓએ મેળવેલ છે. A1 ગ્રેડમાં ૧૦૧ વિધાર્થીઓએ તેમજ ૯૯+ પીઆર માં ૭૦ વિધાર્થીઓએ સ્થાન મેળવેલ છે. આ સાથે આર્ટ્સમાં પણ મોદી સ્કૂલ ઉત્તરોતર સારા પરિણામ આપી રહી છે.
મોદી સ્કુલના સંસ્થાપક ડો. આર. પી. મોદી એ આ સફળતા અંગે જણાવ્યું કે અમો ૩૮ વર્ષથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્ધતિ ઘરના વાતાવરણ, Semester wise Progress Meeting તથા તેઓના એજયુકેશન કલ્ચર ને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શકય બને છે. હાલમા NEET, JEE (Main+Advance) તથા Foundation ધો. ૬ થી ૧૦ માટે ૧ર IITIians, 6 NITians, 4 Doctors, સાથે કુલ ૯૪ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત છે.
(3:56 PM IST)










