તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સ્ટેન્ડિંગ કમિટીની ‘સલાહકાર સમિતિ' રચાશે : દરખાસ્તોનો ટેકનીકલ-નાણાકીય અભ્યાસ કરી નિર્ણય પ્રક્રિયાને બનાવશે વધુ સરળ અને પારદર્શક
મનપાના કરોડોના વિકાસકામોમાં હવે તજજ્ઞોની સલાહથી લેવાશે નિર્ણય : મંજૂર રકમ કરતાં વધુ ખર્ચ પહેલાં સ્ટેન્ડિંગની પૂર્વમંજૂરી ફરજિયાતઃ નાણાકીય શિસ્ત અને જવાબદારી વધુ મજબૂત બનશે : મ્યુ. કમિશનરની ટેન્ડર મૂલ્યાંકન સમિતિની જેમ સ્ટેન્ડિંગને પણ મળશે નિષ્ણાતોનું માર્ગદર્શન : મેયર ડો. નેહલ શુક્લના સૂચનને બહાલી : સિવિલ વર્કમાં સિમેન્ટ-સ્ટીલથી લઈ મેનપાવર અને સુપરવિઝન સુધીનો આઇટમવાઇઝ ખર્ચ આપવો પડશેઃ સ્ટે. કમિટી ચેરમેનની સુચના

રાજકોટ,તા.૯: મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસકામોમાં વધુ પારદર્શિતા આવે, દરખાસ્તોની ટેક્રિકલ અને નાણાકીય ચકાસણી વધુ અસરકારક બને તેમજ સ્ટેન્ડિંગ કમિટીને યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે તે માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ‘સલાહકાર સમિતિ' રચવાના મેયર ડો. નેહલ શુક્લના સૂચનને સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે.
મ્યુનિસિપલ કમિશનરને ટેન્ડર સહિતની બાબતોમાં નિર્ણય લેવામાં મદદરૂપ થવા ટેન્ડર મૂલ્યાંકન સમિતિ (TEC) કાર્યરત છે. હવે તેના જેવી જ નિષ્ણાત માર્ગદર્શનની વ્યવસ્થા સ્ટેન્ડિંગ કમિટી માટે પણ ભી કરવામાં આવશે. સલાહકાર સમિતિ સ્ટેન્ડિંગ સમક્ષ આવતી મહત્વની અને ટેક્રિકલ દરખાસ્તોનો જરૂરિયાત મુજબ ડાણપૂર્વક અભ્યાસ કરીને સભ્યોને નિર્ણય લેવામાં માર્ગદર્શન આપશે.
સલાહકાર સમિતિની રચના અંગેની સત્તા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપવામાં આવશે. ચેરમેન દ્વારા મેયર સાથે પરામર્શ કરી સમિતિમાં કેટલા સભ્યો રાખવા, કયા-કયા ક્ષેત્રના તજજ્ઞોને સામેલ કરવા અને તેની કામગીરીની રૂપરેખા કેવી રાખવી તે નક્કી કરવામાં આવશે. આ માટેની જરૂરી પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટી મારફત આગળ વધારી જનરલ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
નવી વ્યવસ્થાથી મોટા વિકાસ પ્રોજેક્ટ, ટેક્રિકલ કામગીરી તથા કરોડો રૂપિયાના ખર્ચ સાથે સંકળાયેલી દરખાસ્તોમાં તજજ્ઞોના અભિપ્રાયનો લાભ મળી શકશે. પરિણામે કોઈ દરખાસ્તમાં ટેક્રિકલ બાબતોની વધુ ચકાસણી જરૂરી હોય તો નિર્ણય પહેલાં જ તેનો અભ્યાસ થઈ શકશે. તેનાથી નિર્ણય પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનવાની સાથે જાહેર નાણાંના યોગ્ય અને અસરકારક ઉપયોગમાં પણ મદદ મળશે.
દરખાસ્તમાં હવે માત્ર કુલ ખર્ચ નહીં, પૂરો હિસાબ આપવો પડશે
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નિર્ણય માટે રજૂ થતી કેટલીક દરખાસ્તોમાં પૂરતી વિગતોના અભાવે નિર્ણય પ્રક્રિયામાં વિલંબ થતો હોવાની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને હવે વિકાસકામોની દરખાસ્તોમાં ખર્ચનું વધુ વિગતવાર વિશ્લેષણ રજૂ કરવાની વ્યવસ્થા અમલમાં લાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.
સિવિલ વર્કની દરખાસ્તમાં સંબંધિત કામગીરી માટે કેટલું સિમેન્ટ, સ્ટીલ, કપચી અને રેતી વપરાશે તેની વિગતો ઉપરાંત કેટલા મેનપાવરની જરૂર પડશે, મહેનતાણું કેટલું થશે, સુપરવિઝન ખર્ચ કેટલો રહેશે અને સમગ્ર કામગીરીનો મહત્તમ અંદાજિત ખર્ચ કેટલો છે તે દર્શાવવાનું રહેશે.
આઇટમવાઇઝ વિગતો ઉપલબ્ધ થવાથી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે કુલ ખર્ચની યોગ્યતા ચકાસવી વધુ સરળ બનશે. સાથે જ કોઈ ચોક્કસ કામગીરી પાછળ કેટલો ખર્ચ થવાનો છે તેની સ્પષ્ટતા દરખાસ્તના તબક્કે જ થઈ જશે.
હાઉસકીપિંગ-સફાઈના કોન્ટ્રાક્ટમાં
પણ મેનપાવરનો હિસાબ
નવી વ્યવસ્થા માત્ર સિવિલ વર્ક પૂરતી મર્યાદિત નહીં રહે. હાઉસકીપિંગ, સફાઈ તથા ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની દરખાસ્તોમાં પણ વિગતવાર માહિતી રજૂ કરવાની રહેશે.
આ પ્રકારની કામગીરીમાં કેટલા મેનપાવરની જરૂરિયાત છે, કર્મચારીઓનું મહેનતાણું કેટલું રહેશે, સુપરવિઝન પાછળ કેટલો ખર્ચ થશે, કામગીરીનો સમયગાળો કેટલો છે અને સમગ્ર કોન્ટ્રાક્ટનો મહત્તમ અંદાજિત ખર્ચ કેટલો થાય છે તેની વિગતો દર્શાવવાની રહેશે.
આ વ્યવસ્થાથી મેનપાવર આધારિત કોન્ટ્રાક્ટમાં ખર્ચનું મૂલ્યાંકન વધુ સ્પષ્ટ રીતે કરી શકાશે અને દરખાસ્ત અંગે નિર્ણય લેતી વખતે સભ્યો પાસે જરૂરી વિગતો ઉપલબ્ધ રહેશે.
મંજૂર રકમથી વધુ ખર્ચ પહેલાં પૂર્વમંજૂરી જરૂરી
વિકાસકામોમાં નાણાકીય શિસ્ત વધુ મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીએ કોઈ કામ માટે જેટલી રકમની ખર્ચ મંજૂરી આપી હોય તેનાથી વધુ રકમ ખર્ચવાની જરૂરિયાત ભી થાય તો વહીવટી તંત્રએ વધારાનો ખર્ચ કરતાં પહેલાં સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.
સભ્યો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક કિસ્સામાં સ્થાયી સમિતિએ મંજૂર કરેલી રકમ કરતાં વધુ ખર્ચ પૂર્વમંજૂરી વગર કરવામાં આવે છે. આથી હવે વધારાનો ખર્ચ જરૂરી હોય તો તેની કારણો અને જરૂરી વિગતો સાથે દરખાસ્ત રજૂ કરી મંજૂરી મેળવવાની રહેશે.
પૂર્વમંજૂરી મેળવ્યા વગર મંજૂર રકમ કરતાં વધુ ખર્ચ કરવામાં આવે તો સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવશે.
આમ, તજજ્ઞોની સલાહકાર સમિતિ, દરખાસ્તોમાં આઇટમવાઇઝ ખર્ચની વિગતો અને વધારાના ખર્ચ માટે પૂર્વમંજૂરી-આ ત્રણ સ્તરની વ્યવસ્થાથી રાજકોટ મહાનગરપાલિકાના વિકાસકામોમાં નિર્ણય પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને જવાબદારીપૂર્ણ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
(3:43 PM IST)










