<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

એઇમ્‍સ રાજકોટમાં અદ્યતન સ્‍પાઇન સર્જરી સેવાઓનો પ્રારંભ......

પ્રથમ જાટિલ લંબર સ્‍પાઇન સર્જરી સફળઃ ૭૮ વર્ષીય દર્દીને ગંભીર કમરના દુખાવા માંથી મળી રાહત

રાજકોટઃ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્‍થા (એઈમ્‍સ) રાજકોટ ખાતે અદ્યતન સ્‍પાઇન સર્જરી (કરોડરજ્જુની સર્જરી) સેવાઓનો સફળ પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ અત્‍યંત જટીલ સર્જરી ઓર્થોપેડિક્‍સ વિભાગે પ્રથમ જાટિલ લંબર સ્‍પાઇન સર્જરી ને સફળતાપૂર્વક પૂર્ણ કરીને દર્દી ખુબ સારી સારવાર આપી અને સુપર-સ્‍પેશિયાલિટી આરોગ્‍ય સેવાઓમાં વધુ એક મહત્‍વપૂર્ણ સીમાચિホ સ્‍થાપિત થયાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

(ઉંમર ૭૮ વર્ષીય મહિલા) છેલ્‍લા બે વર્ષથી કમરના અસહ્ય દુખાવા થી પીડાતા હતા,બંને પગમાં સતત દુખાવો તથા પગમાં નબળાઈ ની ગંભીર સમસ્‍યાથી પીડાઈ રહ્યા હતા. તેમની સ્‍થિતિ એવી બની ગઈ હતી કે તેઓ થોડાં પગલાં પણ ગંભીર પીડા વિના ચાલી શકતા નહોતા, જેના કારણે તેમના દૈનિક જીવન પર પણ નોંધપાત્ર અસર પડી હતી.

એઈમ્‍સ રાજકોટ ના વરિષ્ઠ ફેકલ્‍ટી અને સુપર-સ્‍પેશિયાલિટી નિષ્‍ણાતોની તબીબી ટીમ  દ્વારા વિસ્‍તૃત તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્‍યાંકન દરમિયાન તેમને લંબર કેનલ સ્‍ટેનોસિસ હોવાનું નિદાન થયું હતું. આ કરોડરજ્જુનો એવો ગંભીર રોગ છે જેમાં સ્‍પાઇનલ કેનલ સાંકડી થઈ જવાથી કરોડરજ્જુ ની નસો પર દબાણ સર્જાય છે, જેના પરિણામે કમરના દુખાવા, પગમાં દુખાવો, સુનકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્‍કેલી જેવી ગંભીર તકલીફ ઊભી થાય છે.

દર્દીની સફળતાપૂર્વક મલ્‍ટી-લેવલ લંબર ડિકમ્‍પ્રેશન અને સ્‍પાઇનલ ફિક્‍સેશન સર્જરી કરવામાં આવી. આ અત્‍યંત જાટિલ અને ઉચ્‍ચ તકનીકી કુશળતા માગતી સર્જરી છે, જેમાં ઓપરેશન દરમિયાન લમ્‍બો સમય, અદ્યતન સર્જિકલ ટેક્રિક અને અનુભવી મલ્‍ટી-ડીસીપ્‍લીનરી ટીમ ની આવશ્‍યકતા રહે છે.

આ જટિલ સર્જરીમાં ઓર્થોપેડિક્‍સ વિભાગના વડા ડો. કુલભૂષણ કંબોજ ના નેતૃત્‍વમાં ટીમ માં  ડો. હર્ષિલ અને ડો. હાર્દિક દ્વારા સર્જિકલ સહયોગ  જ્‍યારે એનેસ્‍થેસિયોલોજી વિભાગના ડો.વિક્રમવર્ધન,ડો.અનિતા અને તેમની ટીમે તેમજ ક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર ડો. એલ. એન. દોરાયરાજને સેવા આપી હતી.

સર્જરી બાદ દર્દી ની તબિયત માં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. ઓપરેશનના ચોથા જ દિવસે દર્દી સ્‍વયં ચાલવા લાગ્‍યા હતા અને દસમા દિવસે તેમની સ્‍થિતિ સ્‍થિર થતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે

(9:54 AM IST)