<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જિલ્લા પંચાયતની ૮૪૬ શાળાઓમાં ચોમાસામાં સલામતી માટે આગોતરૂ આયોજનઃ ૩૧ મુદાઓની તકેદારીની સૂચના

શિક્ષકોને મુખ્‍ય મથક છોડવાની મનાઇઃ જોખમી ભોૈતિક સુવિધાઓ ફરતી આડસ કરવાની

રાજકોટ, તા.૧: રાજય સરકાર દ્વારા ચોમાસામાં પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓમાં સલામતી જાળવવા અપાયેલ માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલએ  ૩૧ મુદાઓ અંગે તકેદારી રાખવા પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યા છે. રાજકોટ જિલ્લાની પંચાયત   હસ્‍તકની ૮૪૬ શાળાઓને તે લાગુ પડશે ૮૪૬ શાળાઓમાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહયા છે. સરકારની માર્ગદર્શક સૂચના રાજયની સરકારી, ગ્રાન્‍્‌ટેડ, ખાનગી વગેરે શાળાઓ માટે સમાન છે.

પરિપત્રમાં છત કે ધાબા પર આવેલ વોટર સ્‍પાઉટ ચોમાસા પહેલા અને ચીન સામો સમાયંતરે સાફ કરાવવા. ધાબા કે છત ઉપર રહેલા જૂના ફર્નિચર કે અન્‍ય સામાનને યોગ્‍ય સ્‍થળે ખસેડવા  મેદાનમાં આવેલ નમી ગયેલા કે તૂટી પડવાની તૈયારીમાં હોય તેવા વળક્ષોની ડાળીઓ/વળક્ષોને દૂર કરવા -શાળામાં જો ઈલેક્‍ટ્રીક વાયર ખુલ્લા હોય કે અથીંગ પ્રોબ્‍લેમ હોય તો સત્‍વરે એસએમસી ધ્‍વારા તમામ વિશ્વ ઉપકરણો રીપેરીંગ કરાવવા તથા ISI માર્કા વાળા જ લગાવવા તકેદારી રાખવી.

ચોમાસાની સીઝન દરમ્‍યાન મુખ્‍ય શિક્ષક તથા શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રીની પૂર્વ મંજૂરી વિના હેડકવાર્ટર છોડવું નહી તેવી સૂચના છે.

 પૂરના સમયે શાળાના મેદાનમાં કે બિલ્‍ડીંગમાં પાણીનો ભરાવો ન થાય તે માટે પાણીના નિકાલની વ્‍યવસ્‍થા છે કે નહીં તેની તકેદારી રાખવી. પૂર સંભવિત ક્ષેત્રમાં શાળાના અગત્‍યના રેકર્ડ તેમજ ફાઈલોને શાળામાં જ સુરક્ષિત સ્‍થળે રાખવા, દવાઓ, ફાનસ, ટોર્ચ, સ્‍વચ્‍છ કપડા, પેક ખાધ પદાર્થ સહિતની ઈમરજન્‍સી કૌટ, ફર્સ્‍ટ એઈડ બોક્‍સ વગેરે હાથવગા રાખવા.  શાળામાં રૂમો જર્જરિત હોય તો બાળકોને બેસાડવા નહીં અને જર્જરિત રૂમોથી બાળકો દૂર રહે તે અંગેની તકેદારી રાખવી તથા તે અંગેના ભયજનક સૂચક સાઇન બોર્ડ લગાવવા.

શાળા કેમ્‍પસ આવેલ જર્જરિત કે ડીમોલીશન કરવાપાત્ર ઓરડા, ટોયલેટ, સેપ્‍ટીક ટેન્‍ક, ખાળકૂવા કે અન્‍ય ભૌતિક સુવિધાની ફરતે બેરીકેડ કે આડશ ઉભી કરી ભયજનક સૂચક બોર્ડ લગાવવી. અતિવળષ્ટિ કે પૂર જેવા સંજોગોમાં શાળા આશ્રયસ્‍થાન બને તે અંગેની તકેદારી મુખ્‍ય શિક્ષકશ્રીએ લેવી અને સરળતાથી શાળાનું મકાન ઉપલબ્‍ધ બને તે જોવું.

અતિવળષ્ટિ કે પૂરના સમયે બાળકોને રજા આપવાનો નિર્ણય મુખ્‍ય શિક્ષકશ્રીએ વિવેકબુધ્‍ધિ અનુસાર લેવો અને સમયસર બાળકો ઘરે પહોંચે તે અંગેની વ્‍યવસ્‍થા વાલીઓ સાથે મળીને કરવી. બાળકોના ગયા પહેલાં શિક્ષાકોએ શાળા ન છોડવી બાળકોની શાળા સુધી અવર જવરના રસ્‍તે પાણી ભરાતા હોય તેવી જગ્‍યાઓની ઓળખ કરી SMC ના પરામર્સમાં ઓળખ કરી બાળકો અને વાલીઓને તે અંગે માહિતગાર કરવા શાળામાં ફાયર સેફટીની વ્‍યવસ્‍થા છે કે કેમ ? તે ચકાસવું અને તેનો યોગ્‍ય ઉપયોગ કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને તાલીમબધ્‍ધ કરવામાં આવ્‍યા છે કે નહી તે સુનિヘતિ કરવું. વગેરે  સૂચનાઓનો સમાવેશ થાય છે. 

(3:33 PM IST)