તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
શ્રી અન્ન અપનાવોઃ સૌ પ્રથમ મેગા મીલેટ્સ ફાઈનલ રાજકોટમાં સંપન્ન
રાજકોટ મહાનગરના અલગ અલગ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી'ના કાર્યક્રમને સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મળ્યું

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણ સુરક્ષા પૂરી પાડવાના હેતુથી દૈનિક આહારમાં બરછટ અનાજામિલેટ્સને વડાપ્રધાનશ્રીએ 'શ્રી અન્ન' નામ આપ્યું છે અને તેનો મહત્તમ ઉપયોગ કરવાની ભાવભરી અપીલ કરી છે. વડાપ્રધાનશ્રી તેમજ યુનાઇટેડ નેશન્સના સંયુકત પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પરંપરાગત ખોરાકને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરીયાની પ્રેરણાથી રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરના તમામ વોર્ડમાં રસોડાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ રસોડા બેઠકોમાં બહેનોએ ઓછા તેલ અને ઓછા ઈંધણનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને નવીન વાનગીઓ તૈયાર કરી હતી. આ સમગ્ર અભિયાનના અનુસંધાને રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા ભવ્ય મેગા વાનગી સ્પર્ધાનું આયોજન રાજકોટ શહેર કમલમ કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિવિધ વોર્ડમાંથી પસંદ થયેલી વિજેતા બહેનોએ પોતાની અવનવી, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા. આ પ્રસંગે ૭૦થી વધુ બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામો અર્પણ કરીને તા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ લેવલે યોજાયેલ તેમજ આ મેગા મીલેટસ ફાઈનલના તમામ વિજેતાઓને રાજકોટ શહેર ભાજપ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના સૌજન્યથી છત્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, યોગેન્દ્રસિહ જાડેજા, મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, દંડક સંજયસિહ રાણા, અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી માધવીબેન જોગીયા, મયુરીબેન ભાલારા, રાજકોટ શહેર અને મહિલા મોરચાના બેહનો નેહાબેન, અમીબેન, તૃષાબા, રીનાબા, વૈશાલીબેન, હર્ષિદાબેન, સોશ્યિલ મીડિયાના પાયલબેન, વૃંદાબેન, ચાંદનીબેન, નિનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
(2:16 PM IST)










