News of Tuesday, 28th July 2026
ભારતના ભવ્યને દિવ્ય સનાતન ધર્મના ચાર વૈદોનું સંકલનકર્તા આદી સદગુરૂ મહર્ષિ
વ્યાસનો ભુમિ અવતરણ દિવસ જે આપણે ગુરૂપૂર્ણિમાં તરીકે ઉજવીએ છીએ તેની ઝાંખી ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાક લાગુ પાય બલીહારી ગુરૂ આપની ગોવિંદ દિયો બતાય : આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ત્રણ પ્રકારના ગુરૂનું વર્ણન છે. (૧) શિક્ષા ગુરૂ(શિક્ષક ને આચાર્ય) (૨)સાચા સનાતન ધર્મના રાહે લઈ જનાર આદ્યાત્મીક ગુરૂ (૩) દાર્શનીક અને વૈદાંતિક ગુરૂ. પૂજ્ય ગાંધીજી જણાવતા ગુરૂપૂજન એટલે સત્યને જ્ઞાનનું પૂજન. ગુરૂતો સત્ય ને જ્ઞાનનું મહાશીખર છે. અંધકારમાંથી આદ્યાત્મીક જ્ઞાન આપી. દિવ્ય પ્રકાશના માર્ગે લઇ જનાર એ જ સદગુરૂ : ગુરૂના ચરણની રજ ચાર પુરૂષાર્થોને સિધ્ધ કરનાર છે સાધકને ગુરૂરજ અર્શના જીવન બદલાય જાય છે : અષાઢી પુનમ વેદ વ્યાસજીનો પ્રાગટય દિવસ છે તેમને સનાતન હિંદુ ધર્મને ચાર મહાન ગ્રંથો આપેલ છે, ઋગવેદ - યજુર્વેદ - સામવેદ - અથર્વવેદઃ તમામ કથાકારો કથા બેઠકને વ્યાસપીઠ કહી પુજન કરે છે, તુલસીદાસ મહારાજે તુલસીકળત રામાયણનો શુભ આરંભ પણ ગુરૂ વંદનાથી કરેલ છે. અષાઢી પુનમ ગુરૂ પૂર્ણિમા અને વેદ વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે

જન જાગળતી અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ દેશની પ્રાચીન ધાર્મિક સંસ્કળતીના પવિત્ર દિવસ વર્ષની સૌથી મોટી પુનમ અષાઢસુદ જેને આપણે ગુરૂપૂર્ણીમાં તરીકે ખૂબ જ ધામ ઘુમ પૂર્વક ઉજવીએ છીએ. એ પૂનમનું મહાત્મ અંગે જણાવે છે.
ગુરૂ શિષ્ય માટેની અતિ પ્રવિત્ર અને પુજન માટેની અષાઢી પુનમનુ આપણી ધાર્મિક સંસ્કળતીમા ખુબ જ મહત્વ છે આ પુનમ વ્યાસ પુનમ પણ કહેવાય છે ‘ગુ'એટલે અંદરના અજ્ઞાન રૂપી અંધકાર અને ‘રૂ' અંધકારનો પૂર્ણ રૂપે નાશ કરી દિવ્ય ભવ્યને જ્ઞાનરૂપી પ્રકાશ આપે એ ગુરૂ.
આ પુનમે દેશ વિદેશના કરોડો ગુરૂ ભાઈ બહેનો પોતાના દિક્ષા ગુરૂ, શિક્ષા ગુરૂ ને આદર આપી તન, મન, ધનથી વિધિવત પુજન કરે છે જે આપણી ધાર્મિક સંસ્કળતીનો પાયો છે.
આપણી ધાર્મિક સંસ્કળતિમા ગુરૂપદ સર્વોચ્ચ પદ ગણવામાં આવેલ છે જીવનમા શિક્ષણ આપનાર ગુરૂ સહેજ પ્રાપ્ત થાય છે પણ આધ્યાત્મિક જ્ઞાન સાથે સંસારીક જીવનમા શુધ્ધ પ્રવિત્ર રહી જીવી શકીએ એવા પરમ સદગુરૂ મળવા કઠિન અને દુર્લભ છે ગુરૂકળપા મેળવવા ગુરુ પ્રત્યેની સાચા દિલની સંપૂર્ણ શ્રધ્ધા અતિ જરૂરી અને અનીવાર્ય છે તદઉપરાંત ગુરૂ આદેશ અને ગુરૂજીએ બતાવેલ માર્ગે શ્રધ્ધાથી ચાલનાર ને જ આજીવન ગુરૂ કળપા-આર્શીવાદ મળતા રહે છે. શિષ્યનું અંતરના પૂર્ણ ભાવ સહ ગુરૂ ચરણમાં સંપૂર્ણ સમર્પણથી ગુરુકળપા શકય બને છે.
ગુરુ શિષ્યનો સબંધ આત્માનો સબંધ છે માનવ તેના આંખની રોશની વગર જોઈ શકતો નથી તેમ પરમ જ્ઞાની ગુરૂ વગર માનવી શુધ્ધ આત્મજ્ઞાન, ધૈર્ય અને ઈશ્વર સદગુરૂ વિના પ્રાપ્ત થતા નથી.
વેદ વ્યાસજીએ આપણી મહાન હિન્દુ ધાર્મિક સંસ્કળતીને અતિ દુર્લભ ચાર વેદો અને જુદા જુદા અઢાર પુરાણો આર્ષ ગ્રંથ આપેલા છે. આ દુર્લભ ધાર્મિક ગ્રંથોના જ્ઞાનથી આપણી ધાર્મિક સંસ્કળતિ ભવ્ય બનેલ છે જેમાં સમગ્ર વિશ્વના લોકોને માનવવાદી શાંત સરળ જીવન જીવવાનો ઉત્તમ માર્ગ બતાવેલ છે જેથી વ્યાસએ સદગુરૂ રૂપમા અતિ પુજનીય બનેલા છે.
આપણી ધાર્મીક સંસ્કળતીમાં પ્રથમ ગુરુએ માતા-પિતા છે બીજા આપણા દિક્ષા ગુરૂ જેમને આપણને મંત્રદિક્ષા આપી છે અને ત્રીજા આપણા શીક્ષા ગુરૂ જેમને આપણને શીક્ષણ આપ્યુ છે ગુરૂપૂર્ણીમાએ સર્વે ગુરૂનુ મનના ભાવ સહ પૂર્ણ શ્રધ્ધાથી પુજન થાય છે.
આપણા જીવનમાં ગુરુનુ સ્થાન સર્વોચ્ચ છે કારણ ગુરૂ વિના ગોવિંદ ન મળે જેથી ગુરુપૂર્ણીમા આત્માની ઉન્નતીનુ પર્વ છે આપણા અનેક ધાર્મિક ગ્રંથોમા ગુરૂ અને સદગુરૂનો ભેદ સમજાવેલ છે. જે ગુરૂ શિષ્યોને સચોટ આધ્યાત્મિક જ્ઞાન આપી માનવમાથી મહા માનવ બનવાના રસ્તા બતાવી શકે તે જ સાચા સદગુરૂ.
શ્રીમદ ભાગવતમાં સદગુરૂના ઉત્તમ લક્ષણો દર્શાવેલ છે વેદ વ્યાસજીએ સ્કંદ પુરાણના ૧૮૨ શ્લોકમાં સદગુરૂનો અતિ મનનીય મહિમા વર્ણવેલ છે ગુરૂ દત્તાત્રેય ૨૪ ગુરૂ ધારણ કરેલ. અષાઢ મહિનાની સુદ પુનમ વેદ વ્યાસનો પ્રાગટય દિવસ પણ છે જેમને ચાર વેદનુ સર્જન સંકલન કરી તેમના ચાર શિષ્યોને જ્ઞાન આપેલ છે.
અથર્વવેદ આંગરા રૂષીને ઋગ્વેદ પેલ રૂષીને અને સામ વેદ એ જૈમીની રૂષીને અને યજુર્વેદ વૈષમ પાયન રૂષીને આપેલ છે. આ જ્ઞાનમા મુખ્યત્વે ધર્મ અર્થ કામ અને મોક્ષ સબંધી મહત્વનું જ્ઞાન આપેલ છે. ઊંડા અજ્ઞાનના અંધકારમાંથી સત્ય અને દિવ્ય જ્ઞાનના પ્રકાશના રાહે લઈ જનાર સદગુરૂ દેવાના ચરણોમાં કોટી કોટી વંદન.
સંકલન
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:10 PM IST)










