<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

બેન્‍ક સિકયુરાઇટેઝશન હેઠળ પૂર્વ મામલતદાર અજમેરાની કાર્યવાહીઃ ૪ કરોડની બાકી પ્રશ્‍ને બંગલાનો કબજો લેવાયો

IDFC ફર્સ્‍ટ બેંકની બાકી બોલતી હતીઃ કલેકટરના આદેશ બાદ સર્કલ ઓફીસર દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૧૭: રાજકોટ કલેકટરની સૂચના બાદ મામલતદાર પૂર્વ એન.પી.અજમેરા દ્વારા સત્‍યમ શેરસીયા (સર્કલ ઓફિસર) ને સાથે રાખી સિકયુરાઈટેઝશન એક્‍ટ હેઠળ મિલકત નો કબ્‍જો લઈ ને આઈ.ડી.એફ.સી. ફર્સ્‍ટ બેંક અધિકળત અધિકારી ને કબજો સોંપવામાં આવ્‍યો હતો. આઈ.ડી.એફ.સી. ફર્સ્‍ટ બેંક લી. દ્વારા ૧) મેસર્સ ઓકે મેચિંગ સેન્‍ટર, ૨) કલ્‍પેશ કાપડીયા, ૩) રામસિંગભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, ૪) પરેશભાઈ આર, કાપડીયા, ૫) સુસીલાબેન આર. મકવાણા ને રાજકોટ જીલ્લાના રાજકોટ શહેરના ‘અનમોલ પેલેસ', ૧-ગઢીયાનગર, શેરી નં.૨, સંતકબીર રોડ, રાજકોટ વિસ્‍તારના સીટી સર્વે નં.૧૨ માં સીટી સર્વે નં.૫૪૩૦ પૈકી શ્રી ગઢીયાનગર કો.ઓ.હા.સો.લી. વિસ્‍તારમાં આવેલ પ્‍લોટ નં.૨૦ પૈકીની જમીન ચો.વા.૭૬-૧૯ ચો.મી.૬૪-૭૦ તથા તેના ઉપરના મકાન કે જે રજી.વેંચાણ દસ્‍તાવેજ અનુ.નં. ૧૧૨૩ તા.૩૦/૦૧/૧૯૯૫ થી સુસીલાબેન રામસિંગભાઈ મકવાણાના નામે આવેલ છે તે મિલકત ઉપર  કલેકટરના ઘી સિકયુરાઈઝેશન એન્‍ડ રીકન્‍સ્‍ટ્રક્‍શન ઓફ ફાઇનાન્‍સીય એસેટસ એન્‍ડ એરફોર્સમેન્‍ટ ઓફ સિકયુરિટી  ઇન્‍ટરેસ્‍ટ એકટ-૨૦૦૨ તળે સિકયોર્ડ એસેટ નો કબજો લેવા બાબતનો હુકમ કરવામાં આવેલ હતો. તે મિલ્‍કત ઉપર રહેણાંક મકાનનો કબજો ગઇકાલે લેવાયો હતો. આ મિલકત ઉપર તેમજ અન્‍ય બે મિલકત ઉપર તા.૨૭/૦૭/૨૦૧૭ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ.૪ કરોડ હોવાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:41 PM IST)