તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
મોરબી સેવાસદનમાં ACBનો સપાટો: ૨૫ હજારની લાંચ લેતા વર્ગ-૧ના નાયબ નિયામક અને ડ્રાઇવર રંગેહાથ ઝડપાયા
ફરીયાદીના કન્સ્લ્ટીંગ કામમા ફેકટરીના નકશા મંજુર કરાવવા તથા ફેકટરીઓમા વીઝીટ કરી હેરાન પરેશાન નહી કરવા બદલ લાંચ માંગી હતી

રાજકોટ : મોરબીના લાલબાગ, સેવાસદન, ઐાધોગિક સલામતી અને સ્વાસ્થયની કચેરીના કમ્પાઉન્ડ મા નીચેના ભાગે એસીબીએ સપાટો બોલાવ્યો છે ૨૫ હજારની લાંચ લેતા વર્ગ-૧ના નાયબ નિયામક જતીનભાઇ સુરેશચંદ્ર આદેસરા અને ડ્રાઇવર અજયસિહ નાથુભા ઝાલાને રંગેહાથ ઝડપી લેવાયા છે
ફરીયાદી ફેકટરી એકટ એડવાઇઝર તરીકે ફેકટરી એકટ મુજબ કન્સલ્ટીંગ નુ કામ કરતા હોય અને ફરીયાદી ના કન્સ્લ્ટીંગ કામમા ફેકટરીના નકશા મંજુર કરાવવા તથા ફેકટરીઓમા વીઝીટ કરી હેરાન પરેશાન નહી કરવા બદલ આરોપી જતીનભાઇ સુરેશચંદ્ર આદેસરા (ઉ.વ.૪૩ )હોદો- નાયબ નિયામક ઐાધોગિક સલામતી અને સ્વાસ્થય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેકટર કમ ફેસીલીટેટર ફોર ફેકટરીઝ, વર્ગ-૧ (રહે.મંગલમ પ્લોટ નં.૧૧/બી, ભકિતનગર સોસાયટી શેરી નં.૧, શ્રી રામ નિવાસ સામે, ડો.હેમાણી ના દવાખાના ની સામેની શેરી, રાજકોટ ) એ ફરીયાદી પાસેથી રૂ.૨૫,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી નકકી કરેલ જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના ફરીયાદીને આરોપીએ લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/- ડ્રાઈવર અજયસિહ નાથુભા ઝાલા (ઉ.વ.૨૮ ) ધંધો.ડ્રાઇવીંગ (રહે. ભારતી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર ફલેટ નં.૧, મારૂતિનગર-૨, એરપોર્ટ રોડ, રાજકોટ )ને આપવાનુ જણાવતા ફરીયાદી પાસેથી પંચ (૧) ની હાજરીમા આરોપી નં.(૨) નાઓએ લાંચની રકમ સ્વીકારતા બંન્ને આરોપીઓ સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કરેલ છે.
ટ્રેપિંગ અધિકારી તરીકે પી.એ.દેકાવાડીયા,પોલીસ ઇન્સ્પેકટર,મોરબી એ.સી.બી. પો.સ્ટે. હતા
(9:46 PM IST)










