<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજકોટમાં શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે મનપાના ફાયર વિભાગ દ્વારા 300 જેટલી શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીનું સઘન ચેકિંગ

શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું

રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફ્ટી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કોઠારિયા વિસ્તારમાં આવેલા જ્ઞાનધારા શૈક્ષણિક સંકુલ સહિત શહેરની અંદાજે 300 જેટલી શાળા અને કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

(1:20 PM IST)