તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 1st July 2026
જંગલેશ્વરની આશીયાનાને પતિ રીઝવાને માર મારી ગળુ દબાવ્યું
મુંબઇ ગયા ત્યારે મોબાઇલ ચાર્જ કરવા મામલે ડખ્ખો

રાજકોટ તા. ૧: જંગલેશ્વર ખ્વાજા ચોકમાં રહેતી આશીયાના રીઝવાન કપડવંજી (ઉ.વ.૨૭)ને સવારે તેના પતિ રીઝવાન જીકરભાઇ કપડવંજીએ પેટમાં પાટા મારી ગળુ દબાવવાનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આશીયાનાબેનને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. બનાવ અંગે જણાવાયું હતું કે તેણીનો પતિ છુટક મજુરી કરે છે. પતિ-પત્નિ મુંબઇ લગ્નમાં ગયા હોઇ ત્યાં પતિનો મોબાઇલ ફોન ચાર્જ ન થયો હોઇ તે બાબતે પતિએ ત્યાંના રેલ્વે સ્ટેશન ઉપર જ મારકુટ કરી લીધી હતી. આજે મુંબઇથી ઘરે આવ્યા બાદ તેણીને વધુ દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલ થઇ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:17 PM IST)










